આ 1 સાધારણ ઉપાયથી પગના સોજા તરત જ થઈ જશે દૂર, દવાઓ વિના જ દૂર થઈ જશે તકલીફ

0
158

લાંબા સમય સુધી ઊભા રહેવું, શરીરમાં વોટર રેઝિસ્ટેન્સ, પગમાં બ્લડ સર્ક્યુલેશન પ્રોપર ન થવું વગેરે જેવા કારણોથી ઘણાં લોકોને પગમાં સોજા આવવાની સમસ્યા થાય છે. તેના માટે તમે પગમાં મસાજ કરાવી લો કે બેસી જાઓ તો પણ સોજા ઓછાં થતા નથી. ગર્ભાવસ્થા દરમ્યાન પણ મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. જેના માટે એલોવેરાનો ઉપાય બેસ્ટ છે. ચાલો જાણી લો.

એલોવેરા જેલના ફાયદા : એલોવેરા જેલમાં એન્ટીઈન્ફ્લામેટરી અને ઔષધીય ગુણ રહેલાં છે જે પગમાં સોજાને દૂર કરવામાં મદદ કરે છે અને બળતરાથી છૂટકારો અપાવે છે. આ સરળતાથી મળી પણ રહે છે અથવા તો ઘરે જ તમે તેનો છોડ વાવી શકો છો.

જેથી તાજો એલોવેરા જેલ કાઢીને તેનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલના પાણીમાં પગ ડુબાડી રાખવાથી સોજાની સમસ્યા દૂર થઈ શકે છે.  શું જોઈશે : ગરમ પાણી, એલોવેરા જેલ અને મોઈશ્ચરાઈઝર

આ રીતે કરો ઉપયોગ : 1 ટબમાં ગરમ પાણી લઈને તેમાં 5 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. પછી પગને અડધો કલાક તેમાં ડુબાડી રાખો. પછી ટબમાંથી પગ બહાર કાઢીને ટુવાલથી લૂછીને પગને રિલેક્સ થવા દો. પછી પગને હાઈડ્રેટ રાખવા માટે મોઈશ્ચરાઈઝર લગાવી દો.

પગને રાહત આપવા માટે રોજ અથવા એક દિવસ છોડીને આ ઉપાય અજમાવો. તેનાથી પગના સોજા ઓછાં થશે. તમે એલોવેરા જેલથી પણ પગની માલિશ કરી શકો છો. આનાથી પગમાં વોટર રિટેન્શન પણ ઓછું થશે અને બ્લડ સર્ક્યુલેશન પણ વધશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here