આજકાલ ઘણી બધી ગંભીર ઘટનાઓ લોકો સાથે બની રહી છે. ગંભીર ઘટનાઓ આકસ્મિક રીતે બનતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. હાલમાં વરસાદની સિઝન ચાલતી હોવાને કારણે ભારે વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હોય છે.. જેને કારણે રસ્તા ઉપર મોટા ખાડા પડવાને કારણે ઘણી બધી આકસ્મિક ઘટનાઓ બની રહી છ.
આવી જ એક ઘટના બની હતી. આ ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરના સરખેજના ફતેવાડી વિસ્તારમાં અચાનક રોડ ઉપર ખાડો પડી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આતિફ ખાન નામનો એક યુવક પોતાની એકટીવા લઈને જુહાપુરા ફતેવાડી વિસ્તારમાં આવેલા લબેક પાર્ક પાસેથી પસાર થતી કેનાલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો.
આ યુવક પોતાની એકટીવા લઈને કોઈ કામ હોવાને કારણે ઘરથી બહાર નજીકમાં ગયો હતો. તે કામ પતાવીને પોતાની એકટીવા ચાલુ કરીને 10 સેકન્ડમાં જ આગળ વધ્યો ત્યારે અચાનક જમીનમાં ખાડો પડ્યો હતો. તેના એકટીવાનું પાછળનું ટાયર આ ખાડામાં ફસાઈ ગયું હતું. તેને કારણે યુવકે એકટીવા ઉભી રાખી હતી.
ઉભી રાખીને હજુ તો નીચે જોવે તે પહેલા જ ધીમે ધીમે જમીન બેસવા લાગી હતી. આ યુવક નીચે એકટીવા માંથી ઉતરીને જોવે તે પહેલા જ જોતામાં જમીનમાં ખૂબ જ મોટો ખાડો પડી ગયો હતો. યુવક પોતાને બચાવવા માટે દૂર ગયો પરંતુ ખાડો પણ એટલો વિશાળ પ્રમાણમાં થોડા સેકન્ડ વારમાં જ પડી જતા.
યુવક પણ પોતાની એકટીવાની સાથે આ ખાડામાં જતો રહ્યો હતો. આ યુવકને આસપાસના લોકો બચાવા પહોંચે તે પહેલા જ એકટીવા અને આતીફ બંને ખાડામાં પડી ગયા હતા. આસપાસના બચાવવા ગયેલા લોકો ત્યાંથી દૂર ભાગ્યા હતા. આમ અમદાવાદ શહેરમાં શહેરીજનોને ઘણી મુશ્કેલીનો સામનો કરી કરવો પડ્યો છે.
ધોધમાર વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. આ યુવક તેની એક્ટીવા સાથે આ ઘટના બનતાં તરત જ આસપાસના લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી હતી. યુવકને બચાવવા માટે લોકો પ્રયાસ કરી રહ્યા હતા. બહાર ઊભેલા લોકો બૂમાબૂમ કરી રહ્યા હતા. ત્યારબાદ સ્થાનિક લોકો જલ્દીથી દોરડાઓ લઈને આવ્યા હતા.
યુવકને દોરડાની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. યુવકના નસીબને કારણે યુવક અંદર ખાડામાં હાથમાં પાઇપ આવી જતા પાઈપ પકડીને ટીંગાઈ રહ્યો હતો. તેને કારણે તે બચી ગયો હતો. આ ખાડો રોડ અંદર બેસી જવાને કારણે પડી ગયો હતો. રોડની નીચે વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ સુધીની સુએજ પાણીની 2000 ડાયામીટરની લાઈન પસાર થતી હતી.
આ લાઈન ઉપર જમીન બેસી જવાને કારણે મોટો જુહાપુરામાં ખાડો પડી ગયો હતો. ત્યારબાદ આ યુવકને દોરડા વડે બહાર કાઢવામાં આવ્યો હતો અને મ્યુનિસિપાલટી તરફ શહેરીજણો ગુસ્સે થયા હતા. યુવકને થોડી ઘણી ઈચ્છા થવાને કારણે તેને દવાખાને લઈ જવામાં આવ્યો હતો. આ ખાડામાં આતિફની એકટીવા ફસાઈ ગઈ હતી. આમ ચોમાસામાં આકસ્મિક ઘટનાઓ બનવાનું ચાલુ થઈ ગયું છે. ઘણા બધા વિસ્તારોમાં આવી ઘટનાઓ બની રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!