આજકાલ દિવસે દિવસે દીકરીઓ પર અત્યાચારો ખૂબ જ વધી રહ્યા છે. અને તેને કારણે જ આજે સરકાર દીકરીઓ પર થતા અત્યાચારને અટકાવવા માટે ખુબજ પ્રયાસો કરી રહી છે. આજકાલ દીકરી પોતાની ખુશીથી જિંદગી જીવી શકતી નથી. સમાજમાં દીકરી પર અત્યાચારો થાય પરંતુ સમાજની શરમે ઘણી ઘટનાઓ પરિવાર છુપાવે છે અને આ ગુનેગારને સજા થતી નથી.
આજકાલ અનેક ઘટનાઓ આવી સામે આવી રહી છે. આ ઘટનાઓ ખુબ જ ગંભીર બની રહી છે, એવી જ એક ઘટના કલોલમાં ખાત્રજ વિસ્તારમાં એક દીકરી પર .દુ.ષ્ક.ર્મ.ની સામે આવી છે. આ દીકરીની ઉંમર 10 વર્ષની જ હતી. આ દીકરી તેમના પરિવાર સાથે કલોલમાં ખાત્રજ વિસ્તારમાં કહેતી હતી.
દીકરીના પરિવારના લોકો મુળ ઝારખંડમાંથી ખાત્રજમાં રહેવા આવ્યા હતા. આ પરિવારમાં તેના માતા-પિતા અને તેમના નાના ભાઈ, મોટી બહેન અને આ દીકરી એમ પાંચ સભ્યો રહેતા હતા. તેમનું પરિવાર 7 મહિના પહેલા જ ઝારખંડથી ખાત્રજમાં રહેવા માટે આવ્યું હતું. અને આ દીકરીના માતા-પિતા અને સૌથી મોટી બહેન ફેક્ટરીમાં કામ કરતા હતા.
દીકરીના માતા-પિતા અને તેમની બહેન સવારે ફેક્ટરીમાં કામ કરવા માટે નીકળી જતા હતા. અને તેઓ સાંજે પાછા આવતા હતા. આ દીકરી તેમના નાના ભાઈને સાચવવા ઘરે રહેતી હતી. આ દીકરીના પાડોશમાં તેમના ગામનો જ પરિવાર રહેતો હતો. દિલીપ નારાયણ નામનો વ્યક્તિ રહેતો હતો. આ દિલીપ નારાયણને પરિવારમાં ત્રણ સંતાનો પણ છે.
આ દિલીપ નારાયણ ઉમરમાં 42 વર્ષનો હતો. આ પરિવારનો દિલીપ નારાયણ મંડળ નામનો યુવક અવારનવાર દીકરીના ઘરે આવતો હતો. એક દિવસ દીકરીના માતા-પિતા અને તેમની મોટી બહેન ફેક્ટરીએ સવારે કામ કરવા માટે નીકળ્યા. આ જાણીને દિલીપ નારાયણ બપોરના સમયે તેમના ઘરે આવ્યો. અને સીધો રૂમમાં આવી ગયો.
ત્યારબાદ તેણે રૂમને અંદરથી બંધ કરી દીધી. અને આ 10 વર્ષની બાળકીનું મોઢુ દબાવીને તેના પર .દુ.ષ્ક.ર્મ. કરવાની કોશિશ કરી. અને જો આ વાત તે તેમના પરિવારજનોને કહેશે તો તેમને મારી નાખવાની ધમકીઓ આપી હતી. ત્યારબાદ સાંજે દીકરીના માતા ઘરે આવતા દીકરીએ તેમને આ અંગે જાણ કરી.
આ સમાજના બદનામીના બીકે દીકરી પર થયેલા અત્યાચારનો પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા નહોતા. પરંતુ આ દિલીપ નારાયણને દીકરીના પિતાએ ખુબ ધમકાવ્યો. આ ઘટના અંગે પૂછવામાં આવ્યું તો તેણે દીકરીને સારવાર અંગે ના ખર્ચ આપી દેવાનું કહેતો હતો. આવી આડ-અવણી વાતો કરતો હતો.
તેથી દીકરીના પિતાએ .દુ.ષ્ક.ર્મ. થયાના 20 દિવસ પછી પોલીસને અંતે જાણ કરી હતી. અને આ જાણીને પોલીસે દિલીપ નારાયણને પોતાની પૂછપરછ માટે ઝડપી લીધો હતો. ત્યારબાદ પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે. આવી રીતે દીકરી પર અત્યારો વધી રહ્યા છે. કોઈના પર વિશ્વાસ કરવો ખુબ અઘરો બની ગયો છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!