11 વર્ષનો બાળક વરસાદના પાણીમાં નાહવા જતા ડૂબી ગયો, આ ગંભીર સમાચાર વાંચીને તમે બાળકને બહાર એકલા છુટું નહી મુકો..!!

0
194

હાલના સમયમાં નાના બાળકોને શાળામાં વેકેશન હોવાથી તેઓ સવાર, બપોર અને સાંજ ઘરની બહાર રમવા માટે જતા હોય છે. રમતા-રમતા ક્યારેક ઓચિંતા એવા બનાવો બનતા હોય છે કે જેનાથી મા-બાપના મોંઢા ફાટેલા રહી જાય છે. અને પરિવારના એકના એક જ પુત્રને ખોઈ બેસે છે અને પોતાના કુળના કુળદીપકને ગુમાવી દે છે.

આવી જ એક ઘટના ભાવનગર શહેરમાં બની હતી. ભાવનગર શહેરમાં ભરતનગર વિસ્તારમાં રહેતા પરિવાર સાથે બની હતી. ભરતનગર વિસ્તારમાં આવેલા આવાસ યોજનાની સાઇટના ખાડામાં ડૂબી જવાથી પરિવારે પોતાના કુળદીપકને ગુમાવ્યો હતો. ભરતનગર જીએમડીસી રોડ પાસે આવેલી તખ્તેશ્વર રેસિડન્સીમાં રહેતા હીરાનંદનભાઈ માલવાણીના પુત્ર સાથે આ ઘટના બની હતી.

તેના પુત્રનું નામ ક્રિશ હતું. ક્રિશની ઉંમર 11 વર્ષની હતી. હીરાનંદનભાઈ માલવણી ચિત્રા જીઆઇડીસી પાસે આવેલી એ-વન બેકરીમાં કામ કરતા હતા. તેને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી હતી. જેનું નામ માહી હતું. તે ક્રિસથી ઉંમરમાં નાની હતી. અને હમણાં વરસાદ વરસવાને કારણે બાળક વરસાદને પ્રથમવાર જોઈને નાહવા માટે ગયા હતા.

તેના 3 થી 4 મિત્રો સાથે ભરતનગરના પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાઇટના પાણી ભરેલા ખાડામાં નાહવા માટે ગયા હતા. અને રમતા રમતા બાળકોને પાણીમાં ઊંડો ખાડો છે. તે બાળકો ને જાણ ન હતી. તે માટે રમવા માટે આ પાણીના ખાડામાં બાળકો ગયા હતા. અને અચાનક જ રમતા રમતા ઉંડા પાણીમાં ક્રિશ ડૂબી ગયો હતો.

તેને કારણે તેના મિત્રોએ આજુબાજુના લોકોને બોલાવવા માટે નીકળ્યા, ત્યારે ક્રિશની મમ્મી તેને શોધતી શોધતી આ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે તેના મિત્રોને ક્રિશ ક્યા છે પૂછયુ ત્યારે તેના મિત્રોએ જણાવ્યું કે ક્રિશ અહીં ખાડામાં ડૂબી ગયો છે. અને તરત જ તેની માતા બુમાબુમ કરવા લાગી હતી.

સ્થાનિક લોકોએ ક્રિશના ચપ્પલ બહાર જોઈને અંદાજ લગાવી લીધો હતો કે અહીં જ ડૂબી ગયો છે. ક્રિશને સ્થાનિક લોકોએ બહાર કાઢી નાખ્યો હતો. અને ક્રીશને બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

અને ત્યારે પરિવારને પોતાના પુત્રનું મૃત્યુ થતા પરિવાર ભારે આઘાતમાં આવી ગયો હતો. અને પરિવારમાં શોક છવાઈ ગયો હતો. પોતાના એકના એક પુત્ર કુળદીપકને આ પરિવારે ગુમાવ્યો હતો. ત્યારબાદ પોલીસને પરિવારે આ ઘટનાની જાણ કરી હતી. અને આવા ખાડાઓ પૂરવા સામે પણ ફરિયાદ નોંધાવી હતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here