હાલમાં દીકરીઓ પર અને અત્યાચારો વધી રહ્યા છે. અવારનવાર આપણે આસપાસ ઘણા આવા કિસ્સાઓ સાંભળી રહ્યા છીએ કે જેમાં દીકરીને ત્રાસ આપી ટોંચર કરવામાં આવે છે. અથવા તો તેના પર ખરાબ અત્યાચારો કરવામાં આવે છે આજકાલ આવી વિકૃતિ ધરાવતા લોકોને ક્યાંય પહોંચી શકાતું નથી.
આવી જ એક ઘટના સલાબતપુરામાં બની છે. સલાબતપુરામાં રહેતા એક પરિવારની 14 વર્ષીય દીકરી સાથે આ ઘટના બની છે. આ દીકરીના પરિવારમાં તેની માતા મીનાબહેન અને પિતા રહેતા હતા. માતાની ઉંમર 35 વર્ષની હતી. અને પિતા કાપડનો ધંધો કરતા હતા. અને તેમની દીકરી 14 વર્ષની હતી, તેનું નામ પ્રિયા હતું.
આ દીકરીને એક નાની બહેન પણ હતી. પ્રિયા 8માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. અને આ પરિવારની બાજુમાં પાડોશી યુવક કે જેમનું નામ અજયભાઈ હતું તેઓ ત્યાં રહેતા હતા. આ અજયભાઈ અવારનવાર આ દીકરી પ્રિયા ઉપર ખરાબ નજર નાખતા હતા. કોઇપણ પ્રકારની શેહ શરમ રાખ્યા વગર આ દીકરીને ખરાબ નજરે જોવા લાગ્યા હતા.
પ્રિયાને છેલ્લા 6 મહિનાથી ત્રાસ આપતા હતા. અને તેને કારણે પ્રિયા શાળાએ જાય અને ઘરે આવતી ત્યારે તે ડિપ્રેશનમાં ચિંતા ભરી રહેતી હતી. અને ઘરમાં કોઈની સાથે કંઈ પણ બોલતી નહોતી. અને ખૂણામાં બેસી રહેતી હતી. અને ક્યારેક ક્યારેક અચાનક મોટા મોટા અવાજે રડવા લાગતી હતી.
દીકરીનું આ વર્તન જોઈને માતા-પિતાને ખૂબ જ ચિંતા થવા લાગી હતી. કેમ કે દીકરીના વર્તનમાં અચાનક ફેરફાર આવી ગયો હતો. અને પ્રિયાએ 8માં ધોરણની પરીક્ષા પણ આપી નહોતી. આ જોઈને તેની માતાને ખૂબ જ ચિંતા થઈ અને એક દિવસ પ્રિયાને સમજાવીને તેને પૂછ્યું હતું કે, તે કેમ આમ કરી રહી છે ત્યારે પ્રિયાએ કહ્યું હતું કે, તેના ઘરની પાસે રહેતા પાડોશી અજયકાકા છેલ્લા 6 મહિનાથી તેને ખરાબ નજરે જોવે છે.
જ્યારે પ્રિયા ઘરની બહાર નીકળે ત્યારે તેને ગંદા ગંદા ઇશારા કરે છે. અને જ્યારે શાળાએ જાય છે ત્યારે તેમની પાછળ પાછળ જાય છે. અને ક્યારેક ચોકલેટ આપીને દોસ્તી કરવાની વાત કરે છે. અને પ્રિયાને અજયકાકાએ ધમકી આપી હતી કે, મારી સાથે વાતચીત નહીં કરે તો હું તારા માતા-પિતા ને મારી નાખીશ.
આવું કહીને એક દિવસ પ્રિયાને ઘરે બોલાવીને શારીરિક અડપલાં પણ કર્યા હતા. જેને કારણે પ્રિયા અજયકાકાને ધક્કો મારીને ભાગી ગઈ હતી. આ સાંભળીને તેની માતા ખૂબ જ ચિંતિત થઈ ગઈ હતી. કેમ કે તેની દીકરી સાથે આવા અત્યાચારની તેને આજે ખબર પડી હતી. ત્યારબાદ આ વાત માતાએ તેના પિતાને કરી હતી.
અજયને ઠપકો આપીને તેને સલાબતપુરા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. ત્યારે અજયે તેની ભૂલ સ્વીકારી હતી. અને પ્રિયાને માનસિક ખૂબ જ અસર થઈ હતી. તેને કારણે પ્રિયાને સારવાર કરાઈ હતી. અને આ અજયને પોલીસ સ્ટેશનમાં છેડતી કર્યાની ગુનો પ્રિયાના પિતા એ કર્યો હતો.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!