સમાજમાં ઘણા બધા લોકો સાથે ઝઘડાને કારણે આપઘાતની ઘણી બધી ઘટનાઓ બનતી આપણે જોઈ રહ્યા છીએ. આજકાલ લોકો નાની નાની વાતમાં પોતાની જિંદગીથી કંટાળીને આપઘાત કરીને પોતાની જિંદગીને પતાવી દે છે. નાની વયના યુવક-યુવતીઓ પોતાની મુશ્કેલીની વાતો બીજાને કહ્યા વગર આવા ખરાબ પગલાઓ ભરી લે છે.
આવી જ એક ઘટના એક દીકરી સાથે બનીએ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ભોપાલમાં બની હતી. ભોપાલમાં એક પરિવાર ખુબ જ ખુશીથી રહેતું હતું. પરિવારમાં પિતા અવધેશ પ્રજાપતિ અને તેમની પત્ની ખુશીથી રહેતા હતા. તેમને 2 દીકરીઓ અને 1 દીકરો હતો. એમ પરિવારમાં 5 સભ્યો રહેતા હતા.
અવધેશ પ્રજાપતિ સેનામાંથી રિટાયર્ડ થયા હતા. તેઓ પોતાના પરિવાર સાથે ખુબ જ રાજીખુશીથી રહેતા હતા. તેમની એક મોટી દીકરી અને બીજા નંબરની દીકરી તેનું નામ અંશુ હતું. આ ઘટના અંશુ સાથે બની હતી. અંશુની ઉંમર 15 વર્ષની હતી. તે CBSC સ્કૂલમાં ભણતી હતી. તેણે ધોરણ 8માં ટોપ કર્યું હતું. અને હાલમાં તે ધોરણ 9માં આવી હતી.
વેકેશનનો છેલ્લો દિવસ હોવાને કારણે તે પોતાના પરિવાર સાથે અને પાડોશી સાથે ટીટી નગરમાં મેજીક શો જોવા માટે ગઈ હતી. ત્યારબાદ પરિવારના લોકો મેજિક શો જોઈને ઘરે પાછા આવ્યા હતા. તેના પિતાને બહાર જતાં પહેલાં અંજુએ ઘરે આવ્યા પછી ચા બનાવીને આપી હતી. અને ત્યારે પણ તે હસતી હતી.
ચા આપીને અંશુ પોતાના રૂમમાં જતી રહી હતી. અને રૂમ પહેલા માળે હતો. તેના પિતા ત્યારબાદ માર્કેટ જતા રહ્યા હતા. પરંતુ અંશુ 2 કલાક સુધી રૂમની બહાર આવી ન હતી. તે માટે તેની માતા તેને રૂમમાં બોલાવવા માટે ગઈ હતી. માતાએ ઘણીવાર સુધી દરવાજો ખખડાવ્યો હતો પરંતુ અંશુંએ દરવાજો ખોલ્યો ન હતો. અને કોઈ પણ અવાજ પણ અંદરથી આવી રહ્યો ન હતો.
તે માટે માતા બૂમો પડવા લાગી હતી. તેને કારણે પાડોશીઓ ભેગા થઇ ગયા હતા. અને દરવાજો તોડી નાંખ્યો હતો. ત્યારબાદ જોયું તો અંશુ પંખા પર દુપટ્ટા વડે ફાંસો લગાવીને લટકી રહી હતી. અંશુ બેડ ઉપર ટેબલ મૂકીને સીલિંગ પંખા સાથે દુપટ્ટો બાંધીને લટકી ગઇ હતી. ટેબલને લાત મારી દીધી હતી તેથી તે ટેબલ નીચે પડી ગયું હતું.
બીજા દિવસે સવારે સ્કૂલ ચાલુ થતી હતી. તે માટે તેણે એક દિવસ અગાઉ સ્કૂલે જવાની ખુશીમા બેગ પણ તૈયાર કરી રાખ્યું હતું. અને અંશુ ભણવામાં પણ ખૂબ જ હોશિયાર સ્ટુડન્ટ હતી. પરંતુ અંશુંએ કઈ વાતથી કંટાળીને આપઘાત કર્યું તે તેના માતા-પિતા પણ સમજી શકતા નથી. અને અને આ હાલતમાં જોઇને માતા પિતા આઘાતમાં આવી ગયા હતા.
ત્યારબાદ માતા-પિતાને અંશુ બચી શકશે તેમ વિચારીને તેને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ડોક્ટરોએ અંશોનું મૃત્યુ થઈ ગયું છે તેમ જણાવ્યું હતું. આ જાણીને માતા પિતા ખૂબ જ નિરાશ અને શોકમાં આવી ગયા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી. નાની ઉમરના બાળકો પણ પોતાની જિંદગીથી ભાગી રહ્યા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!