આજના સમાજમાં બાળકોને એકલા બહાર ફરવા માટે મૂકવા પણ જીવને જોખમી બની ગયા છે. આજકાલ બનતા બનાવોને કારણે વ્યક્તિઓને કોઈના પર વિશ્વાસ રહ્યો નથી. અને બાળકોના અપહરણના કિસ્સાઓ આપણી અવારનવાર સાંભળી રહ્યા છીએ. તેને કારણે સમાજમાં લોકો આવી ઘટનાઓથી ડરી ગયા છે.
આવી જ એક કિશોરની ગુમ થયાની ઘટના સામે આવી છે. આ ઘટના ગાંધીનગરમાં બની છે. ઘટના મકબુલ નામના એક વ્યક્તિને ત્યાં પોતાના પાડોશીનો દીકરો રહેવા માટે આવ્યો હતો. તેની સાથે બની હતી. આ મકબુલનો પરિવાર તેની પત્ની અને બાળકો પોતાના મુળ વતન વેસ્ટ બંગાળથી અમદાવાદમાં રહેવા માટે અને કામધંધા માટે આવ્યા હતા.
અમદાવાદમાં રહીને ગાંધીનગરના સેક્ટર-1માં મકબુલ ખાન સુથારી કામ કરતા હતા. તેઓ ગાંધીનગર અમદાવાદથી સુથારી કામ કરવા માટે આવતા હતા. અને આ મકબુલ ખાન બંગાળમાં તેની પાડોશમાં રહેતા મહાદેવસિંગનાં પુત્ર રણજીતને પોતાની સાથે અમદાવાદ લઈને આવ્યા હતા. રણજીતની ઉંમર 15 વર્ષની હતી.
તેને સ્કૂલમાં વેકેશન હોવાને કારણે અમદાવાદ શહેર જોવા માટે મકબુલ સાથે આવ્યો હતો. અમદાવાદમાં 5 દિવસ રોકાયો ત્યારે તેને અમદાવાદ દેખાડયુ હતું. ત્યારબાદ રણજીતને ગાંધીનગર જવું હતું. તે માટે મકબુલને સેક્ટર-1માં ફર્નિચરનું કામ ચાલતું હોવાથી રણજીતને પોતાની સાથે લઈ ગયો હતો.
રણજીતને માત્ર બંગાળી ભાષા આવડતી હતી. તેને કોઈ બીજી ભાષા આવડતી નથી તેને કારણે તે બોલી સમજી શકતો ન હતો. માત્ર બંગાળી ભાષા જ બોલી, સમજી શકતો હતો. અને મકબુલ રોજે ગાંધીનગરથી અમદાવાદ અપડાઉન કરતો હતો. તેને કારણે તેણે રણજીતને ગાંધીનગર વેસ્ટ બંગાળના પોતાના જાણીતા માણસો સાથે રાખ્યો હતો.
મકબુલ સાંજે અમદાવાદ પાછો જતો હતો. અને સવારે કામ પર પાછો ગાંધીનગર આવતો હતો. તે રોજે રણજીતને મળતો હતો. પરંતુ એક દિવસ રણજીત સાથે રહેલા વેસ્ટ બંગાળના તેના જાણીતા સાથે ક્રિકેટ રમતો હતો. અને ક્રિકેટ રમીને બીજા બધા લોકો સૂઈ ગયા હતા. પરંતુ સવારે જાગીને જોયું તો આ રણજીત હતો નહી તે ગુમ થઈ ગયો હતો.
આ જાણ મકબુલને તેના જાણીતા માણસોએ કરી હતી. મકબુલ ગાંધીનગર તરત જ આવી ગયો હતો. અને આ રણજીત ને શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ક્યાંથી ન મળતાં પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે ઘણા બધા સીસીટીવી કેમેરામાં જોયા બાદ લોકોને પૂછપરછ કરીને રણજીતને કોઈ શિહોલી વિસ્તારના લોકોએ જોયો હોવાનું કહ્યું હતું. પરંતુ પોલીસે તે જગ્યાએ પહોંચેએ પહેલાં રણજીત ત્યાંથી પણ નીકળી ગયો હતો. પોલીસ આ રણજીતની તપાસ કરી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!