આજકાલ સમાજમાં આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. લોકો પોતાની નાની-નાની જિંદગીથી કંટાળીને આવા આપઘાતો કરી લે છે. લોકો પોતાની માનસિક અને શારીરિક મુશ્કેલીથી કંટાળીને પોતાના જીવને પતાવી દે છે અથવા તો પારિવારિક ઝઘડાઓ ઘણા થઇ છે.
પરિવારના લોકોના કહેવાથી પણ ખોટું લાગી જતાં આપઘાતની ઘટનાઓ બની રહી છે. આ ઘટના રાજકોટ શહેરમાં બની હતી. રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં એક પરિવાર રહેતું હતું. આ પરિવાર જંગલેશ્વર વિસ્તારમાં શેરી નંબર .11 રહેતુ હતું. પરિવારમાં માતા અને તેના ત્રણ સંતાનો રહેતા હતા.
તેના પતિનું અવસાન 8 મહિના પહેલા થઈ ગયું હતું. તેને કારણે માતા પરિવારમાં તેમના ત્રણ સંતાનો સાથે રહેતી હતી. તેમાં મોટી દીકરી 16 વર્ષની હતી. અને તેનાથી નાના બે ભાઈ-બહેન હતાં. દીકરી મોટી હોવાથી તેણે પોતાના પિતાના ગયા પછી પરિવારના ગુજરાન માટે કારખાનામાં કામ કરવાનું ચાલુ કરી દીધું હતું.
માતાની માનસિક સ્થિતિ સારી ન હોવાને કારણે તે માનસિક બીમારીથી પિતાના ગયા પછી પીડાઈ રહી હતી. તેને કારણે આ દીકરી સાથે માતા અવારનવાર ઝઘડાઓ કરતી હતી. દીકરી આ ઝઘડાને કારણે ખૂબ જ કંટાળી ગઈ હતી. અને એક દિવસ સવારે કારખાને જવા માટે માતા દીકરી ઘરની બહાર બેઠા હતા.
તે સમયે પણ બન્નેએ ઝઘડો કર્યો હતો. અને માતાની વાતનો ખોટું લાગી જતા દીકરી પોતાના રૂમમાં ગઈ હતી. રૂમમાં જઈને પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધીને તેણે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. માતાએ ઝઘડા બાદ દીકરીનો કારખાને જવાનો ટાઈમ થતા દરવાજો ખખડાવ્યો હતો.
પરંતુ દીકરીએ દરવાજો ખોલતા માતા તેને ઘરની બાજુમાં રહેતા તેના ભાઈને બોલાવવા માટે દોડી ગઈ હતી. અને દીકરીના મામા આવીને રૂમને ઉપરથી તોડીને જોયું તો દીકરી અંદર પોતાના દુપટ્ટા વડે લટકી રહી હતી. અને દીકરીને રૂમમાંથી બહાર કાઢીને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ આપઘતની ઘટના હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી હતી. આમ, દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ યુવક યુવતીઓ વધારે બની રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!