આજના સમયમાં દિવસેને દિવસે મારામારી તથા ઝગડાઓ વધી રહ્યા છે. આ સમાજમાં મારામારીની સાથે ગુંડા-ગીરી પણ વધી રહી છે. અને આજકાલની પેઢીને પોતાના કામો કરવા અને નામ કમાવા ગુંડા-ગીરીમાં વધારે ને વધારે ઘસેડાતી જાય છે. આ ગુંડાગર્દીને કારણે ઘણા લોકોને તેનો ભોગ બનવું પડે છે. અને આવા ગુનાઓ વધવાને કારણે સરકાર સરકાર કડક પગલાં ભરી રહી છે.
આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટના મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં રહેતા એક પરિવારની છે. આ પરિવારમાં માતા-પિતા અને તેમનો દીકરો રહેતા હતા. પિતા બિઝનેસ ચલાવતા હતા અને માતા ટીચર હતી. અને તેના દીકરાનું નામ દુર્લભ કશ્યપ હતું. તેની ઉંમર 19 વર્ષની હતી.
અને આ દીકરાનું નામ માતા પિતાએ ખૂબ જ મોટા અને અરમાનો સાથે દુર્લભ રાખ્યું હતું. દીકરો મોટો થઈને કંઈક અલગ કરશે એ માનીને તેમના માતા-પિતાએ દુર્લભ નામ રાખ્યું હતું. અને જેમ-જેમ દુર્લભ મોટો થતો ગયો તેમ તેમ તેને દુનિયાની ખબર પડવા લાગી. દુર્લભ સોશિયલ મીડિયાનો ખૂબ જ શોખીન હતો.
અને તેમાં તે ફેસબુકનો ઉપયોગ કરતો હતો. અને ફેસબુકમાં એના પ્રોફાઈલ પર તે ગુંડાગર્દીની જાહેરાતો મુકતો હતો. ફેસબુક પ્રોફાઈલમાં તેમને જાહેરાત પણ લખી હતી કે,’કોઈપણ પ્રકારના વિવાદમાં સમાધાન માટે મને સંપર્ક કરવો’. અને આ રીતે તે ધીમે-ધીમે ખોટા રસ્તે ચડી ગયો હતો. અને તે સોશિયલ મીડિયા પર જઈને લોકોને ધમકી આપતો હતો.
અને લોકો પાસેથી ઉઘરાણી અને લોકોને મારવાની સોપારી લેવાનું ચાલુ કર્યું હતું. તે સોશિયલ મીડિયાના ઉપયોગ પરથી પોતાની ગેંગમાં નવયુવાનોને ભેગા કરતો હતો. અને દુર્લભની ઓળખ અલગ રાખી હતી .તેના માટે પણ ખૂબ જ ફેમસ હતો. તે પોતાની આંખોમાં કાજળ, કપાળમાં તિલક અને ખભા પર કાળો કટકો નાખતો હતો.
તેની આ ઓળખ બની ગઇ હતી. દુર્લભ પોતાની ગેંગના હથિયારો અને ફોટા અવારનવાર તેની પ્રોફાઈલ ઉપર મુકતો હતો. અને આ બધું જોઈને ઉજ્જૈનના લોકો તેમને ઓળખવા લાગ્યા અને ‘ઉજ્જેન ડોન’ ના નામે ઓળખતા થયા. તેમની ગેંગના લોકો પણ દુર્લભ જેવા જ કપડાં પહેરતા હતા. આ ગેંગ પ્રખ્યાત થઇ ગઈ હતી.
અને દુર્લભ સામે 19 વર્ષની ઉંમરે 9 કેસ પોલીસ પાસે નોંધાઈ ગયા હતા. અને એક દિવસ ગુનાઓ કાર્યને કારણે જેલમાં ગયો હતો. અને આ રીતે તેના ગુનાઓ કરવાને કારણે તેના ઘણા બધા દુશ્મનો થઈ ગયા હતા. દુર્લભ જેલમાંથી છૂટ્યા બાદ તે એક ચાની દુકાન પર ગયો. અને ત્યાં બેઠો હતો. ચા પીતો હતો.
ત્યારે કોઈ બીજી ગેંગના લોકોએ આવીને તેને ખૂબ જ માર માર્યો. જેને કારણે દુર્લભ ત્યાં જ માર્યો ગયો હતો. અને આ ઘટના પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસ બાદ જાણવામાં આવ્યું હતું કે, દુર્લભ પર 25 છરીના ઘા કરવામાં આવ્યા હતા. અને તેમાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!