છેલ્લા થોડા સમયથી ઉનાળાની સીઝન હોવાને કારણે ગોળા કે આઈસ્ક્રીમ લોકો ખૂબ જ ખાઇ રહ્યા છે. સૌ કોઈ જાણી રહ્યા છે કે નાના બાળકોને ખાવાની પીવાની વસ્તુઓ ખુબ જ પંસદ હોય છે. તેથી બાળકો આ વસ્તુની લાલચમાં ભોળવાઈને અપહરણના શિકાર બની જાય છે. આવી અનેક ઘટનાઓ આજકાલ આપણી સામે આવી રહી છે.
બાળકોને શાળાએ જતાં સમયે અથવા ઘરની બહાર રમતા સમયે ચોકલેટ અથવા આઈસ્ક્રીમ આપીને અપહરણ કરી લે છે. બીજા લોકો પોતાની દુશ્મનાવટને કારણે પરિવાર સાથે બદલો લેવા માટે તે પરિવારના બાળકોને શિકાર બનાવે છે. આવી જ એક અપહરણની ગંભીર ઘટના બની હતી. અને નાના બાળકોને ગોળા, આઈસ્ક્રીમ સાથે તો ખૂબ જ લગાવ હોય છે.
તેને કારણે બાળકોને આવી લાલચો આપતા તે ભોળવાઈ જાય છે. અને બીજા લોકો તેનો શિકાર બનાવી લેતા હોય છે. આવી જ ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાના માળિયાના ઘાટીલા વિસ્તારમાં બની હતી. આ વિસ્તારમાં પતિ-પત્ની અને તેમનું બાળક રહેતા હતા. બાળક ઘરની બહાર તેના મિત્રો સાથે રમી રહ્યું હતું.
આ સમયે 2 શીખ જેવા દેખાતા વ્યક્તિઓ બાઇક લઇને આવ્યા હતા. અને બાળકની આસપાસ ફરી રહ્યા હતા. પરંતુ બાળક નાનું હોવાને કારણે તે આ વ્યક્તિને ઓળખી શક્યો નહીં. અને શીખ જેવા બંને વ્યક્તિઓએ આ બાળકને તેની પાસે ઈશારો કરીને બોલાવ્યા બાદ તેને આઈસ્ક્રીમની લાલચ આપી હતી.
તેને કારણે બાળક આ બંને વ્યક્તિઓ સાથે તેની બાઈકમાં બેસી ગયું હતું. અને શોરબકોર કર્યા વગર આ બાળક તેની સાથે ખુશી ખુશી ચાલ્યું ગયું હતું. પરંતુ આ બંને વ્યક્તિઓ બાળકનું અપહરણ કરવા માટે આવ્યા હતા. અને બાળકની માતા જમવાનો સમય થતાં બાળકને શોધવા માટે નિકળી ત્યારે આ બાળક મળ્યું નહીં.
અને તેના મિત્રોના જણાવ્યા પ્રમાણે બાળકને 2 વ્યક્તિઓ ગાડીમાં બેસાડીને સાથે લઈ ગયા હતા. આ જાણીને તેની માતાએ તરત જ તેમના પિતાને આ વાતની જાણ કરી હતી. અને બાળકના અપહરણ થઇ ગયાની ઘટના માળીયા પોલીસને બાળકના પિતાએ તરત જ કરી દીધી હતી. બાળકના પિતાએ બાળકને ઉપાડી ગયેલા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ અજાણ્યા વ્યક્તિઓની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!