હાલમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. અકસ્માતની ગંભીર ઘટનાને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ પણ થવા લાગ્યા છે. લોકો સાથે બનતી આ ગંભીર ઘટના લોકોની વાહન ચલાવવાની ઉતાવળ અથવા તો બેદરકારી ભર્યુ ડ્રાઇવિંગ કરવાને કારણે સર્જાઈ રહ્યા છે. આવા અકસ્માતોને કારણે સરકારે ઘણા ટ્રાફિકના નિયમો પણ બનાવ્યા છે.
છતાં લોકો ટ્રાફિકના નિયમોનું પાલન ન કરીને બીજા લોકોના જીવ જોખમમાં મુકી દે છે. ગમે તેમ પોતાનું વાહન ચલાવીને અકસ્માત સર્જી રહ્યા છે. આવી જ એક રસ્તા પર ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના વખતપર ગામ પાસે બની હતી.
વખતપર ગામથી આગળ રાજકોટ તરફ જતી બસ સાથે અકસ્માત સર્જાયો હતો. આ બસમાં ઘણા બધા લોકો મુસાફરી કરી રહ્યા હતા. બસમાં લોકો મુસાફરી કરી રાજકોટ તરફ જઈ રહ્યા હતા. આ બસ ખાનગી લક્ઝરી બસ હતી. અચાનક જ વખતપર ગામ પાસે બસનું ટાયર પંચર થઈ ગયું હતું.
બસના ડ્રાઈવરને જાણ થતાં તેણે બસને સાઇડ પર ઊભી રાખીને મુસાફરોને પંચર થઈ ગયાની જાણ કરી હતી. તે માટે મુસાફરો નીચે ઉતરીને રાહ જોઈ રહ્યા હતા. મુસાફરો રસ્તાની એક બાજુ નીચે ઉતરીને ઉભા રહ્યા હતા. ખાનગી કંપનીની લક્ઝરી બસ હોવાને કારણે બીજી લક્ઝરી બસ મુસાફરોની મદદ માટે આવી ગઈ હતી.
બીજી લક્ઝરી બસ ટાયર પંચર થયેલી લક્ઝરી બસની પાછળ ઉભી હતી. તે સમયે આ હાઈવે પર ખૂબ જ ઝડપી સ્પીડે એક ટ્રક ચાલક ટ્રક લઈને આવી રહ્યો હતો. અચાનક ટ્રક ચાલકએ કાબુ ગુમાવતા તેણે પાછળ ઉભેલી લક્ઝરી બસ સાથે ટક્કર મારી દીધી હતી. ટ્રકચાલક ખૂબ જ ઝડપી સ્પીડમાં હોવાને કારણે તેણે ટ્રક પર કાબૂ રહ્યો ન હતો.
બ્રેક ન મારી શકયો તે માટે લક્ઝરી બસ સાથે ટક્કર મારી દીધી હતી. પાછળની લક્ઝરી બસને ટક્કર લાગતા આગળની બસ સાથે ભટકાઈ હતી. આ બસ પણ અકસ્માતમાં આવી ગઈ હતી. બંને લક્ઝરી બસ વચ્ચે એક યુવક હતો. યુવક અમદાવાદનો મુસાફર હતું. તેનું નામ અલ્પેશભાઈ જીવરાજભાઈ સાંગાણી હતું.
બંને બસ વચ્ચે ફસાઈ જતા અલ્પેશભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. અને ટાયર પંચર થયેલી લક્ઝરી બસનું ટાયર બદલી રહેલા યુવક જાડેજા અનિલસિંહને પણ ખુબ જ ગંભીર ઈજા પહોંચી હતી. અચાનક જ લોકો જોવે ત્યાં અકસ્માત થોડીવારમાં ટ્રક ચાલકે બસ સાથે સર્જ્યો હતો.
બંને બસ એકબીજા સાથે અથડાવાના કારણે બસના કુચે-કુચા થઈ ગયા હતા. ટ્રક ચાલક આ અકસ્માત જોઈને તરત જ ત્યાંથી પોતાનું ટ્રક લઈને ભાગી ગયો હતો. ત્યારબાદ ઉભેલા મુસાફરોએ તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને ટાયર બદલી રહેલા અનિલસિંહનેસારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ બસ ડ્રાઈવરે પોલીસને કરી હતી. પોલીસ તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!