2 કાર ધડાકાભેર અથડાતા 1 વ્યક્તિનું થયું મોત, સર્જાયો ભયંકર અકસ્માત..ચેતીને ચાલજો..!!!

0
103

હાલમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. અકસ્માતની ઘટનાઓ બનતા ઘણા બધા લોકોના મૃત્યુ પણ થવા લાગ્યા છે. દિવસેને દિવસે અઅણધારી રીતે બનતા અકસ્માતને કારણે પરિવારના ઘણા બધા સભ્યોના મૃત્યુ પણ થવા લાગ્યા છે. સરકારના ટ્રાફિકના નિયમો બનાવ્યા હોવા છતાં લોકો ગમે તેમ ડ્રાઇવિંગ કરીને પોતાનું વાહન ચલાવી રહ્યા છે.

ઉતાવળમાં પોતાનું વાહન ચલાવીને બીજા લોકો સાથે અકસ્માતો સર્જી રહ્યા છે. બેફામ વાહનો ચલાવીને બીજાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. તે માટે આજકાલ લોકોને પોતાના ઘરની બહાર નીકળવું પણ ઘણું મુશ્કેલ બની ગયું છે. આવી જ એક ગંભીર અકસ્માતની ઘટના જામનગર જિલ્લામાં બની હતી.

જામનગર જિલ્લામાં જામનગર-રાજકોટ વચ્ચે આવેલા ધોરીમાર્ગ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજકોટ-જામનગર હાઇવે પર આવેલા ધ્રોલ પાસે આવેલા જાઈવા ગામના પાટીયા પાસે 2 કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. સાંજના સમયે અકસ્માત સર્જાતા લોકો ચોકી ગયા હતા. જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતા એક યુવકનું બીજી કાર ચાલક સાથે ગોર્જારો અકસ્માત સર્જાયો હતો.

જામનગર જિલ્લાના ધ્રોલમાં ગજાનંદ સોસાયટીમાં રહેતા હિતેશભાઈ મનસુખભાઈ ભોજાણી સાથે આ અકસ્માત સર્જાયો હતો. તેઓ હોટલનો વ્યવસાય કરતા હતા. હિતેશભાઈની ઉંમર 36 વર્ષની હતી. તેઓ ગજાનંદ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા પરંતુ તેઓ રાત્રે પોતાની કાર લઈને જામનગર-રાજકોટ હાઇવે પર જાયવા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.

તેઓ પોતાની કાર હાઇવે પર એક પટ્ટામાં ચલાવી રહ્યા હતા. તે સમયે પાછળથી કાર લઈને આવી રહેલા દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ઘોઘા ગામના રહેવાસી આવી રહ્યા હતા. આ કાર લઈને આવી રહેલા યુવકનું નામ કાનાભાઈ મંડળભાઈ સુવા હતું. તેવું પોતાની કારને ભોગાત ગામથી રાજકોટ-જામનગર હાઇવે પર પસાર થઈ રહ્યા હતા.

આગળના કારચાલક હિતેશભાઈએ આગળ ટ્રાફિક હોવાને કારણે પોતાની કારને બ્રેક લગાવી હતી. તે સમયે અચાનક જ પાછળથી આવી રહેલા કાનાભાઈ પોતાની કારને કાબુ કરી શક્યા નહીં. હિતેશભાઈની કાર સાથે પાછળથી ટક્કર મારી દીધી હતી. કાનાભાઈની ગાડીને પાછળથી ટક્કર લાગવાને કારણે તેઓને ખૂબ ઈચ્છા થઈ હતી. ખૂબ જ ધડાકા સાથે ટક્કર લગતા આગળનો ભાગ કારનો દબાઈ ગયો હતો.

ખૂબ જ મોટો ત્રાસકો લાગવાને કારણે કાનાભાઈનું થોડી જ સેકન્ડમાં મૃત્યુ થઈ ગયું હતું. આ અકસ્માત થતા હાઈવે પરના આસપાસના લોકો આ ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. કારમાં રહેલા બંને યુવકોને બચાવવા માટે બહાર કાઢવામાં આવ્યા હતા. તે સમયે હિતેશભાઈને થોડી ઘણી ઈચ્છા થઈ હતી. તે માટે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

કાનાભાઈનું અચાનક મૃત્યુ થઈ ગયું હતું. તેની કારના આગળના ભાગના કુચા થઈ ગયા હતા. તેનો મૃતદેહ પણ કારમાં ફસાઈ ગયો હતો. જોતા તેને બહાર કાઢવામાં આવ્યો હતો. હાઇવે પર અકસ્માત સર્જાતા તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે આવી હતી. બંને કારને હાઇવે પરથી એક બાજુ ખસેડીને હાઇવે પરની ટ્રાફિકને છૂટી કરવામાં આવી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here