આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. વાહનો વધવાને કારણે અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. લોકો ગમે તેમ વાહન ચલાવીને બીજા સાથે અકસ્માત સર્જી રહ્યા છે. ઉતાવળમાં અને બેફામ વાહન ચલાવીને લોકો બીજાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. લોકો સાથે આવી અકસ્માતની ઘટનાઓ બની રહી છે.
તેને કારણે આજકાલ પોતાના વાહનમાં બેસવાથી પણ ડરી રહ્યા છે. આવી ઘટનાઓ બનતા ઘણા લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. આ અકસ્માત ખૂબ જ ભયંકર સર્જાયો હતો. આ ઘટના બનાસકાંઠા જિલ્લામાં બની હતી. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં બે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
વડગામ તાલુકામાં છાપી નજીકથી પસાર થતાં હાઇવે પર આ ઘટના બની હતી. ઘટનામાં બે ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત જોઈને આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અકસ્માતમાં કારમાં 5 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ પાંચ લોકો આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના કાનાવાડા ગામના રહેવાસી હતા.
કારમાં 2 યુવક પંકજભાઈ કાનજીભાઈ દોસીયાર, હર્ષદભાઈ ભાણાભાઈ દોસીયાર એક જ ગામના હતા. હિતેન્દ્રસિંહ સીસોદીયા દેવાતર ગામના હતા. અને અનિલકુમાર વેલજીભાઈ દોસીયાર, કમલેશ ખોટાભાઇ દોસીયાર 2 ભાઈઓ કાનાવાડા ગામમાં રહેતા હતા. તેઓ અંબાજી દર્શન કરવા માટે એકસાથે ગયા હતા.
અંબાજીથી દર્શન કરીને તેઓ પાછા કાનાવડ ગામમાં આવી રહ્યા હતા. તે સમયે છાપી નજીક પહોંચતા રસ્તા પર ગેર ભરેલી બે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. ગેર ભરેલી ટ્રકોની કાર સાથે ટક્કર લાગતા કારના કૂચે-કુચા થઈ ગયા હતા. અચાનક આ અકસ્માત સર્જવાને કારણે બે ટ્રકો અને કાર વચ્ચે અકસ્માત થતા ત્રીપલ અકસ્માત સર્જાયો હતો.
ભયંકર અકસ્માત સર્જાવાને કારણે વચ્ચે આવેલી ડીવાઇન્ડર સાથે અથડાવાની કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું જણાઈ રહ્યું છે પરંતુ કારમાં પાછળની બાજુથી અકસ્માત સર્જાતા પાછળ બેઠેલા પંકજભાઈ, હર્ષદભાઈ અને હિતેન્દ્રભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. અકસ્માત સર્જવાની સાથે જ અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.
કારમાં અને ટ્રકમાં બેઠેલા લોકોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ કારમાં ફસાઈ ગયેલા પાછળના સીટમાં બેઠેલા ત્રણેય વ્યક્તિઓના જીવ બચાવવા મુશ્કેલ હતા. તેઓ મૃત્યુ પામ્યા હતા. અને આગળ બેઠેલા બંને વ્યક્તિઓ ખૂબ જ ગંભીર હાલતમાં ગવાયા હતા. તેથી તેને ધારાપુર મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.
અકસ્માતમાં એક ટ્રક પલટી ખાઈ જતા તેમાં બેસેલા ડ્રાઇવરને પણ ખૂબ જ ઈજા થઈ હતી. તેને પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના બનતા આ વિસ્તારના પોલીસને જાણ કરવામાં આવી હતી. તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી રસ્તા પર જામેલા ટ્રાફિકને છૂટું પાડવામાં આવ્યું હતું.
અને કાર અને ટ્રકને રસ્તેથી એક બાજુ કરી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતકોને મૃતકોના પરિવારને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પરિવારમાં એક સાથે ત્રણ સભ્યોના મૃત્યુ થતા જોઈને પરિવાર આઘાતમાં આવી ગયું હતું. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!