2 યુવકો લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી કરતા હતા એવું કે, ચેકિંગ કરતા સમયે પોલીસ પણ ચોંકી ગઈ..!!

0
132

હાલના સમયમાં લોકો ગુનાખોરીની પ્રવૃત્તિઓ ખૂબ જ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. આજકાલ લોકો ગુનાખોરીની પ્રવૃત્તિ કરીને વધુ પૈસા કમાઈ રહ્યા છે. આવી ખરાબ પ્રવૃત્તિઓ કરીને આજની યુવાન પેઢીને પણ બગાડી રહ્યા છે. દારૂબંધી હોવા છતાં લોકો દારૂની ખૂલે આમ હેરાફેરી કરી રહ્યા છે અને રાજ્યમાં નશા ની પ્રવૃત્તિ ચાલી રહી છે.

સરકારના કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરીને બીજા લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે. આજકાલ આવી ઘટનાઓ બનતા ઘણા બધા લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. આજની યુવાન પેઢીને પણ નશાના રવાડી ચડાવીને ખરાબ રસ્તે બુટલેગર લાવી રહ્યા છે. આવી નશાખોરીની પ્રવૃત્તિઓ કરીને લોકો બીજાની જિંદગીને બગાડી રહ્યા છે.

આવી જ એક નશાખોરીની પ્રવૃત્તિની ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના અમદાવાદ જિલ્લામાં બની હતી. અમદાવાદ જિલ્લામાં ઘણા સમયથી બે વ્યક્તિઓ નશાખોરીની પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા. આ બે વ્યક્તિઓ ગુજરાતમાં ડ્રગ્સ રાજસ્થાનના પ્રતાપગઢ અને સાંચોરના વિસ્તારોમાંથી લાવી રહ્યા હતા.

આ બંને યુવકો એમડી સપ્લાય કરતા હતા. આ યુવકનું નામ રઈશ નાસીર પઠાણ હતું. રઈશની ઉમર 30 વર્ષની હતી. રઈશનું મૂળ વતન દાણીલીમડા હતું. તે હાલમાં અમદાવાદ શહેરમાં શાહપુર વિસ્તારમાં અંબાલાલની પોળમાં રહેતો હતો. આ યુવક ઘણા સમયથી રાજસ્થાનમાંથી ડ્રગ્સની સપ્લાય કરતો હતો. અમદાવાદમાં જુદા જુદા વિસ્તારોમાં આ એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હતો.

આ યુવકની સાથે તેનો મિત્ર પણ તેની સાથે આ ધંધો કરી રહ્યો હતો. બંને મિત્રો મળીને લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા હતા. તેના મિત્રનું નામ સોહેલ હતું. સોહેલ રાઈશના ઘર પાસે જ રહેતો હતો. એક દિવસ પોલીસને બાતમી મળ્યા મુજબ પોલીસે આશ્રમ રોડ ઉપર સીટીલાઈટ ગોલ્ડની ગલીમાં ચેકિંગ કર્યું હતું.

ચેકિંગ કરતા સમયે રહીશ પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. રહીશ પાસે 31 ગ્રામ 200 મિલી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું અને આ ડ્રગ્સની કિંમત 3.12 લાખ રૂપિયા હતી. તેની પાસે રહેલ ગાડી અને મોબાઈલ પણ જપ્ત કરી દીધું હતું. ત્યારબાદ રહીશને પૂછપરછ પોલીસે કરી હતી ત્યારે સોહીલ પણ પકડાયો હતો. સોહીલ રહીશ પાસેથી ડ્રગ્સ લઈને પોતાના આસપાસના વિસ્તારમાં વેચતો હતો.

રહીશ આશ્રમરોડ ઉપર સીટીલાઈટ ગોલ્ડ સિનેમાની ગલીમાં એક ગ્રાહકના મોબાઈલ નંબર પર ફોનમાં વાત કરીને આ ગ્રાહકને ડ્રગ્સની ડીલીવરી લેવા માટે આવ્યો હતો. તે સમયે પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે બાતમી મળતા આ ડ્રગ્સની સપ્લાય કરતા બંને યુવકોને પકડી પાડ્યા હતા. રાજસ્થાનથી બસ, ટ્રેન અથવા તો અન્ય વાહનો દ્વારા અમદાવાદમાં ડ્રગ્સ વેચવા મોકલવામાં આવતું હતું.

અમદાવાદનું લોકેશન આપીને ડિલિવરી કરતા વ્યક્તિને 10 થી 15 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. 30 ગ્રામથી 60 ગ્રામનું એક કંસાઇનમેન્ટ મોકલવામાં આવતું હતું. અમદાવાદમાં આ બંને વ્યક્તિઓએ ડ્રગ્સ લઈને બીજા અન્ય વિસ્તારોમાં વહેંચી રહ્યા હતા. પ્રતાપગઢમાં 2 સપ્લાયરો આ ધંધો કરી રહ્યા હતા.

તેની પણ પોલીસ તપાસ કરી રહી હતી. આમ આજકાલ થોડા ત્રણ મહિનામાં ડ્રગ્સના 6 કેશો સામે આવ્યા છે અને 50 કિલો ગાંજાના જથ્થો મળી આવ્યું છે. આમ આજકાલ રાજ્યમાં ખૂબ જ નશાખોરીની પ્રવૃત્તિઓ વધી રહી છે. તે માટે સરકાર કડક પગલાં રહી રહી છે. આજકાલની યુવાન પેઢીની ખોટા નશીલા પદાર્થોના રવાડી ચડાવીને તેને સ્વાસ્થ્ય સાથે સાથે રમત રમાઈ રહી છે. તે માટે સરકાર કડક પગલાં રહી રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here