21 વર્ષના યુવકને 17 વર્ષની કિશોરી સાથે સોશિયલ મીડીયાથી પ્રેમસબંધ થયો, પછી કિશોરીની બીજે સગાઈ નક્કી થતા યુવકે કર્યું એવું કે,..!!

0
140

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. આજકાલ લોકો અસલ જિંદગીના સંબંધોને ભુલાવી લઈને એકબીજાના પ્રેમમાં પડી જતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકોની મિત્રતા બને છે. અને આ મિત્રતા લોકો માટે જીવલેણ સાબિત થઈ છે. લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથે વાતો કરીને એકબીજાને પ્રેમ થઈ જતો હોય છે.

પરંતુ તે લોકો પોતાના પ્રેમને સમજી શકતા નથી. આવી જ રીતે લોકોના જીવ પણ તેમાં ગુમાવવા લાગ્યા છે. આવી જ એક સોશિયલ મીડિયાની પ્રેમસબંધની ઘટના સામે આવી છે. આ ઘટના ગાંધીનગરમાં બની હતી. ગાંધીનગરના પ્રાતીયા ગામમાં રહેતા યુવક અને કોટામાં મેડિકલની તૈયારી કરતી વિદ્યાર્થિનીના પ્રેમ સંબંધની છે.

આ ઘટનામાં યુવક અને તેનો પરિવાર ગાંધીનગર જિલ્લાના પ્રાંતિયા ગામમાં રહેતા હતા. અને યુવકનું નામ કિશન વિનુજી ઠાકોર હતું. કિશોરની ઉંમર 21 વર્ષની હતી. કિશન આખો દિવસ મોબાઈલનો રસિયો હોવાને કારણે પબ્જી ગેમ રમતો હતો. અને તે ખાનગી નોકરી કરતો હતો. કિશન સોશિયલ મીડિયામાં ઘણી છોકરીઓ સાથે ચેટીંગ કરતો.

કિશનને કોટામાં આવેલી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી 17 વર્ષની વિદ્યાર્થી સાથે 6 મહિના પહેલા ઇન્સ્ટાગ્રામમાં સંપર્ક થયો હતો. અને બંને એકબીજાને ચેટિંગ કરતા હતા. અને ધીમે-ધીમે બન્નેને એકબીજા સાથે લાગણીઓ વધતા પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. ત્યારબાદ કિશન વિદ્યાર્થીનીને રાજસ્થાનના કોટામાં 515 કિલોમીટર દૂર મળવા માટે ગયો હતો.

અને તેની પ્રેમિકાને મળવા ઇચ્છતો હતો. તે સમયે પ્રેમિકા અને કિશન બંને જવાહર સાગરના જંગલ તરફ વળવા માટે જતા હતા. અને કિશન અને તેની પ્રેમિકા બંન્ને એકબીજાને મળવા માટે અવારનવાર મળતા હતા. અને કિશન જ્યારે રાજસ્થાન કોટા ગયો ત્યારે વિદ્યાર્થીની કિશનને મળવા માટે હોટલ પણ ગઈ હતી.

કિશન પણ આ યુવતીને મળવા માટે ગાંધીનગરથી રાજસ્થાનમાં આવતો હતો. બંને એકબીજા સાથે ચેટિંગ કરી જ રહ્યા હતા. પરંતુ એક દિવસ કિશન વિદ્યાર્થીનીને મળવા રાજસ્થાનના કોટા આવ્યો હતો ત્યારે બંને જંગલ તરફ મળવા માટે ગયા હતા. તેઓ આ જગ્યાએ અવારનવાર મળતા હતા. પરંતુ ત્યાં જઈને વિદ્યાર્થીનીએ કિશનને જણાવ્યું હતું.

કે તેની સગાઈ તેના પરિવારવાળાએ અન્ય જગ્યાએ નક્કી કરી દીધી હતી. અને કિશન પ્રેમિકાને સમજતો ન હતો. અને તેની પાસેથી આ વાત સાંભળતા જ કિશનનું મગજ તપી ગયું. અને તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. પ્રેમિકાના સમજાવ્યા બાદ તેના ન સમજતા ગાલ ઉપર છરીના ઘા મારી દીધા હતા અને મોઢા ઉપર પથ્થર મારી-મારીને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ત્યાર પછી કિશન આજુબાજુ કોઈ જોઈ જવાની બીકે તેની પ્રેમિકાને તે જગ્યાએ મૃત હાલતમાં મૂકીને ભાડાનું બાઇક લઇને નવાપુરાથી અમદાવાદ ટિકિટ લઈને આવતો રહ્યો હતો. ત્યારપછી વિદ્યાર્થીનીને હોસ્ટેલમાં ન મળતા હોસ્ટેલ સંચાલકે શોધી હતી.અને સંચાલકે ગુમ થયાની ફરિયાદ કોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

તે સમયે કોટા પોલીસે વિદ્યાર્થીને શોધતા નવા સાગરના જંગલ તરફ વિધાર્થિનીની લાશ મળી હતી. અને વિદ્યાર્થીનીની  બેનપણીના કહેવા પ્રમાણે વિદ્યાર્થીની પ્રેમીને મળવા માટે ગઈ હતી. સંચાલકે જાણ્યા બાદ પોલીસે કિશનની તપાસ ચાલુ કરી દીધી હતી. આમ કિશને પોતાની પ્રેમિકાનો જીવ લીધો હતો.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here