આ શાળામા એકસાથે 22 બાળકો કોરોના પોઝીટીવ, તંત્રમાં હડકંપ મચી ગયો- બાળકને શાળા મોકલતા પેહલા જાણીલો આ વાત..

0
185

ગઈકાલે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 6 થી 8 ના બાળકોએ શાળાએ જઈને ઓફલાઈન શિક્ષણ મેળવી શકે એ પ્રકારનો નિર્ણય લીધો હતો અને શાળા ચાલુ કરવા અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. હવે કોરોનાના કેસોમાં ભારતના કેરલ અને મહારાષ્ટ્રમાં કેસો વધવા લાગ્યા છે ત્યારે બાળકોના જીવને જોખમમાં મુકવો કેટલો યોગ્ય, આ પ્રશ્ન પર ચર્ચાઓ વધી રહી છે.

મુંબઈની એક શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મુંબઈની સેન્ટ જોસેફ બોર્ડિંગ સ્કૂલના એક સાથે 22 વિધાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. તે પૈકી ચાર બાળકો 12 વર્ષ કરતા ઓછી ઉમરના છે. તેમને નાયર હોસ્પિટલમાં એક વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. 12 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના 11 વિધાર્થીને કોવીડ-19 વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે સાથે અન્ય 7 વિદ્યાર્થીને પણ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

નેશનલ મીડિયાના રીપોર્ટ મુજબ સેન્ટ જોસેફ બોર્ડિંગ સ્કૂલના 22 વિધાર્થીઓ કોવીડ સંક્રમિત થતા શાળાને સત્તાવાર રીતે સીલ મારી દેવામાં આવી છે. સેન્ટ જોસેફના 95 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાંથી 22 લોકો COVID-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શાળાનું મકાન સીલ કરવામાં આવ્યું છે.

મુંબઈમાં કોરોનાની ગાઈડલાઈનસ સંપૂર્ણ રીતે પાલન કરાવામાં આવે છે. હેન્ડ શેનીટાઈઝ અને સોસીયલ દુરી નું ખાસ ધ્યાન રાખવામાં આવે છે, તેમ છતાં પણ આવી ચોંકાવનારી ઘટના સામે આવી છે તેથી તંત્ર સફાળું બેઠું થયું છે. આ બાબત કેટલી ગંભીર છે તેતો બાળકોના વાલીઓ જ જાણે છે.

તેમજ હાલ દેશમાં નાની વય ના બાળકો માટે વેક્સીનેશન પ્રોગ્રામ પણ ચાલુ કરવામાં આવ્યો નથી. હવે સરકારે થોડાક જ સમયમાં બાળકોનો વેક્સીનેશન પ્રોગ્રામ ચાલુ કરી દેવો જોઈએ. એક બાળકના વળી તરીકે આપનો આ બાબતે શું મત છે તે કોમેન્ટ કરીને જરૂર બતાવજો.. તેમજ આ લેખ જો ગમ્યો હોય તો શેર જરૂર કરજો. અહી નોંધનીય છે કે નેશનલ મીડિયા માં સંક્રમિત બાળકોના આંકડાઓ જુદા જુદા બતાવવામાં આવ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here