ગરમીના મહોલમાં અચાનક જ મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે. અને ઘણા બધા વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ પડવાને કારણે રસ્તા પર પાણી વહેતા થઇ ગયા છે. હજુ પણ ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહયું હતું.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં મેઘમહેર ખૂબ જ જામી ગઈ હતી. જેમાં ધીમે ધીમે ચોમાસુ આગળ વધી રહ્યું છે. તેના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજા છેલ્લા કેટલાક દિવસોથી ધમાકેદાર વરસી રહ્યા છે. અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સામાન્ય વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે.
અને જો વાત કરવામાં આવે તો છેલ્લા 2-3 દિવસથી સારો એવો વરસાદ પડવાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઘણી બધી નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. અને ઘણી તળાવો અને કુવાઓમાં પાણી સારું આવી જવાને કારણે ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. ખેડૂતોને વાવણી સારી જઈ શકશે.
ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ જેવા જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લાના કામરેજમાં સવારથી અત્યાર સુધીમાં 2.5 ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂકયો છે. અને વરસાદ વધુ પડવાને કારણે કામરેજની ઘણી સોસાયટીઓમાં પાણી પણ ભરાઈ ગયા છે. રસ્તા ઉપર પણ ગોઠણ સુધીના પાણી ભરાઇ ગયા છે.
તેને લીધે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અને સૌરાષ્ટ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથ જેવા જિલ્લાઓમાં પણ ખૂબ જ સારો વરસાદ છેલ્લા બે દિવસથી વરસી રહ્યો છે. અને હજુ આગામી પાંચ દિવસ સુધી આવો જ વરસાદ પડે તેની આગાહી કરવામાં આવી છે.
જૂનાગઢના માંગરોળ શહેરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે દરેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અને અમુક વિસ્તારોમાં તો વીજળી પડવાને કારણે મકાનની દિવાલ તૂટી જવાને કારણે ઘણું બધું નુકશાન લોકોને સહન કરવું પડયુ છે. ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ ખૂબ જ સારો એવો વરસવાને કારણે લોકોને ઘણી ખુશીની સાથે સાથે મુશ્કેલીઓ પણ સહન કરવી પડે છે.
ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાં છેલ્લા થોડા દિવસોથી વધારે વરસાદ પડી રહ્યો છે. તેને કારણે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં વાતાવરણમાં સવારથી જ પલટો જોવા મળી રહ્યો છે. સુરતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.
અને સુરતના દરિયાકિનારાના વિસ્તારોમાં અરબી સમુદ્રની સિસ્ટમ સક્રિય થવાને કારણે દરિયામાં ભારે તોફાન જોવા મળી રહ્યું છે. સુરતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. આમ રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં ખૂબ જ સારું ચોમાસું ચાલી રહ્યું છે. ગુજરાતમાં બધા જિલ્લાઓમાં સારા વરસાદને કારણે ચોમાસું સારું રહ્યું છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!