હાલમાં આપઘાતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. સમાજમાં લોકો પોતાની જિંદગીથી કંટાળીને આપઘાતો કરી રહ્યા છે. દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ વધવાને કારણે ઘણા બધા લોકોના જીવ ગયા છે. લોકો પોતાના પારિવારિક જીવનને લઈને આપઘાતો કરી રહ્યા હોય છે. ઘણા બધા લોકો પોતાના જિંદગીની મુશ્કેલીઓને કારણે કંટાળીને પોતાનું જીવન ટૂંકવી રહ્યા છે.
આવી જ એક આપઘાતની ગંભીર ઘટના વડોદરા જિલ્લામાં બની હતી. વડોદરા જિલ્લામાં રહેતા એક પરિવારના દીકરા સાથે બની હતી. પરિવાર વડોદરા શહેરમાં વર્ષોથી રહેતું હતું. પરિવારમાં બે દીકરાઓ રહેતા હતા. તેમાંથી મોટા દીકરો વિદેશમાં રહેતો હતો અને નાનો દીકરો કેમિકલ એન્જિનિયર હતો. નાના દીકરાનું નામ યશ અગ્રવાલ હતું.
યશ અગ્રવાલની ઉંમર 27 વર્ષની હતી. યશ અગ્રવાલ મકરપુરા જીઆઇડીસીમાં નોકરી કરવા માટે જતો હતો. જીઆઇડીસીમાં એન્જિનિયરિંગ કંપનીમાં તે સારી એવી નોકરી કરતો હતો. યશ અગ્રવાલના 4 મહિના પહેલા જ લગ્ન થયા હતા. તે સારા એવા મિકેનિકલ એન્જિનિયર તરીકે કંપનીમાં નોકરી કરતો હતો.
પરંતુ અમુક કારણોસર યશ ઘણી ચિંતામાં રહેતો હતો અને તે રોજે કંઈક વિચારી રહ્યો હતો. તેને કારણે તે પોતાની જિંદગીથી ખૂબ જ કંટાળી ગયો હોય તેમ કંપનીના લોકોને લાગતું હતું. એક દિવસ યશ નોકરી પર હતો. તે સમયે કંપનીના બધા કર્મચારીઓ પોતાના ટાઈમ થતા કંપનીમાંથી બહાર નીકળી ગયા હતા.
પરંતુ યસ કંપનીમાં જ હતો. ત્યારે સિક્યુરિટી ભાઈએ યશને જવું નથી તેમ કહ્યું હતું, ત્યારે યશે સિક્યુરિટીને ‘મારે ઓવર ટાઈમ છે’ તેવું કહ્યું હતું. તેમ કહીને તે કંપનીમાં રોકાયો હતો. ત્યારબાદ યશ થોડો ટાઈમ આખી કંપનીમાં ફરી રહ્યો હતો. તે આમથી આમ જોઈ રહ્યો હતો. ત્યારબાદ યશે બે મિનિટમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.
પોતે પોતાનો જીવ ટૂંકાવી દીધો હતો. ત્યારબાદ યશ ઘરે ન જતા પરિવારના સભ્યો ચિંતામાં હતા. કારણકે યશ ઘરે પહોચ્યો ન હતો. એટલે કંપનીમાં ફોન કર્યો હતો. ત્યારે કંપનીના લોકોએ તપાસ કરતાં કંપનીમાંથી યસની મૃત હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
કંપનીના સભ્યોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી પરંતુ યસનો મોટો ભાઈ વિદેશમાં હોવાને કારણે યશને કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. અને યશના મૃત્યુની જાણ થતા પરિવાર ખૂબ જ આઘાતમાં આવી ગયું હતું. યશની પત્ની આ આઘાત સહન કરી શકતી ન હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!