આજના સમયમાં ઘરના લોકોની બેદરકારીને કારણે નાના બાળકો ઘણી ગંભીર ઘટનાનો ભોગ બની રહ્યા છે. આ ગંભીર ઘટનાઓને કારણે અણસમજુ બાળકો સાથે ઘણી ગંભીર ઘટના બની જાય છે. અને આવી ઘટનાઓને કારણે તેના માતા-પિતા મુશ્કેલીમાં મુકાઇ જાય છે. થોડા દિવસોથી આવી ઘટના ખુબ સંભાળવા મળે છે.
આવી જ એક નાની બાળકી સાથે ઘટના બની છે. આ ઘટના ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં બની હતી. વડોદરા શહેરના પાદરા વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે આવેલી કરિશ્મા સોસાયટીમાં આ બાળકીનું પરિવાર રહેતું હતું. બાળકીની ઉમ્ર 3 વર્ષની હતી. તેનું નામ હેતાંશી રવિકુમાર સોલંકી હતું.
તેના પિતાનું નામ રવિકુમાર સોલંકી હતું. અને આ નાની બાળકી પોતાના પરિવારમાં એકની એક જ હતી. અને બધાની ખુબ લાડકી હતી. આ ફૂલ જેવી માસૂમ દીકરી આ ઘટનાને કારણે પરિવારથી કાયમને માટે વિખૂટી પડી ગઈ હતી. તેની સાથે આવા અણધાર્યા બનાવને કારણે આ બાળકીએ પોતાની દુનિયા છોડી હતી.
એક દિવસ હેતાંશીને તેની માતા બંને ઘરે હતા. તેના પિતા રવિકુમાર ધંધા રોજગાર માટે બહાર જતા હતા. અને માતા ઘરમાં કામ કરી રહી હતી. હેતાંશી એમ જ ઘરમાં એકલી-એકલી રમી રહી હતી. પરંતુ તેની માતાએ તેના ઘરની અંદર ના ભાગમાં આવેલો પાણીનો ટાંકો તેનું ઢાંકણું ખુલ્લુ મૂકી દીધું હતું. તેને કામ કર્યા પછી બંધ કર્યો નહોતો.
તેની માતાએ આવી બેદરકારી કરી હતી. અને તેની માતા ખુલ્લું મુકીને બીજા કામે ચડી ગઈ હતી. અને હેતાંશી રમતી રમતી આ ટકાની અંદર ચળકતું પાણી જોઈને જોવા માટે ગઈ હતી. ત્યારે હેતાંશીનો પગ લથડતા તે આ પાણીના ટાંકીમાં પડી ગઈ હતી. અને આ નાની માસૂમ બાળકે ડૂબી ગઈ હતી. તે ઘણું બધું પાણી પણ પી ગઈ હતી.
અને આ ટાંકો ખૂબ જ ઊંડો હોવાને કારણે તેનો અવાજ પણ તેની માતાને સંભળાઈ રહ્યો નહોતો. થોડા સમય પછી તેની માતાએ હેતાંશીને ઘરમાં બોલવાનો ક રમવાનો અવાજ ન આવતા શોધી હતી. પરંતુ હેતાંશી ક્યાંય મળી નહી. અને એટલામાં જ તેની માતા બૂમો કરીને શેરીના લોકોને આ જણાવ્યું હતું. શેરીના લોકો ભેગા થઇ ગયા હતા.
ત્યારે ઘરમાં હેતાંશીને શોધ્યા બાદ પાણીના ટાંકાનું ઢાંકણું ખુલ્લુ જોઈને એક વ્યક્તિએ ટાંકામાં જોયું તો હેતાંશીની લાશ ટાંકામાં ઉપર તરી રહી હતી. અને તરત જ હેતાંશીના પિતાને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. તેના પિતા ઘરે આવ્યા. અને આ હાલતમાં હેતાંશીને જોઇને ત્યાં ને ત્યાંજ બેહોશ થઈ ગયા હતા.
તેની માતા ભાન ભૂલી ગઈ હતી. તેની માતાને ખૂબ જ અફસોસ થતો હતો કે તેના કારણે તેની દીકરીની આવી હાલત થઈ ગઈ હતી. અને આવી ભૂલ તેના પરિવાર માટે ખૂબ જ ગંભીર બની ગઇ હતી. અને આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે હેતાંશીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. અને પોલીસે આ ઘટનાની કાર્યવાહી કરી રહી હતી..
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!