3 વર્ષનો બાળક રમતા રમતા દડા પાછળ દોડવા જતા ખેતરમાં બનાવેલા 500 ફૂટના બોરવેલમાં પડી ગયો, પછી બન્યું એવું કે..!!

0
101

હાલના સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે બાળકો સાથે અનેક ગંભીર ઘટનાઓ બની રહી છે. માસૂમ બાળકો પોતાની નાદાનીમાં પોતાના જીવને જોખમમાં મુકી દે છે. અને બાળકોના માતા-પિતાના જીવ અધ્ધર કરી નુકે છે. બાળકો પોતાની નાસમજને કારણે ઘણીવાર રમત-રમતમાં ઘણું જોખમી પગલુ ભરી લે છે.

આવી જ એક નાના બાળક સાથે ખૂબ જ ગંભીર ઘટના બની હતી. આ ઘટના ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં બની હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામમાં બની હતી. દુદાપુર ગામમાં રહેતા પરિવારની જમીન દુદાપુર ગામની બહાર આવેલી હતી. અને તેના ખેતરોમાં ખેતીવાડીનું કામ કરવા માટે ખેતરમાં જ રહેતા હતા.

આ મજુરના પરિવારમાં માતા-પિતા અને તેનું બાળક રહેતા હતા. માતા-પિતા ખેતીવાડીનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના બાળકનું નામ શિવમ હતું. તેની ઉંમર 2.5 હતી. શિવમ ખેતરમાં રોજે ખુલ્લામાં રમતો હતો. અને તેના માતા-પિતા ખેતરમાં કામ કરતા હોય તે સમયે શિવમ એકલો જ ખેતરમાં દોડાદોડી કરીને રમતો હોય છે.

પરંતુ એક દિવસ સાંજના સમયે તેની માતા રસોઈ બનાવી રહી હતી. અને પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા આ ખેતરમાં 500 ફૂટ ઊંડો બોરવેલ બનાવામાં આવ્યો હતો. ખેતરમાં પાકને પાણી પાવા માટે આ બોરની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને શિવમ તેના ઘરની નજીક રમતો હતો.

તે દડા વડે રમતો હતો. રમતા રમતા દડો આ બોરમાં જતો રહ્યો હતો. અને સાંજના સમયે આ બાળક બોરની નજીક જતાં બોરમાં પડી ગયું હતું. અને બોરમા પડતાં જ શિવમ રડી રહ્યો હતો. અને તેની માતા રડવાનો અવાજ સાંભળીને તરત જ ઘરની બહાર નીકળી હતી. અને શિવમ ગોતે છે.

પરંતુ તેના રડતા આવા જ સુધી પહોંચતા તેણે જોયું તો શિવમ બોરમાં પડી ગયો હતો. તરત જ એના પિતાને તેની માતાએ શિવમ બોરમાં પડી ગયાનું જણાવ્યું હતું. અને પિતાએ તેના ખેતરના માલિકને ફોન કરીને આ વાત જણાવી હતી. ત્યારબાદ તરત ખેતરના માલિકે NDRFની ટીમને મદદ માટે જાણ કરી હતી.

NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચતા તેને જોયું તો અંદર 30 ફૂટે શિવમ ફસાયો હોય તેવું જણાતું હતું. તેને કારણે શિવમ બોરમા શ્વાસ લઈ શકે તે માટે ઓક્સિજન ગેસ પણ આ બોરમાં છોડવામાં આવ્યો હતો. અને તરત જ અનેક પ્રયાસો કરીને શિવમને બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

શિવમને બોરમાંથી બહાર કાઢયા બાદ તેની માતા પિતા અને હાશકારો અનુભવ્યો હતો. અને આ ઘટના સ્થળે ગામના બધા જ લોકો પહોંચી ગયા હતા. અને આ બાળકને બોરમાંથી કાઢવાના પ્રયાસ NDRFની ટીમ કરતી હતી તે બધા ગામના લોકો જોઈ રહ્યા હતા. અને શિવમને સહી-સલામત જોઈને ખેતરનાં માલિક પણ ખુશી અનુભવી રહ્યા હતા.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here