કોરોનાની બીજી લહેર તો નબળી પડી ગઈ છે પરંતુ ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે : ICMR સ્ટડીમાં કહેવાયું કે કોરોનાની ત્રીજી લહેર આવતા હજુ થોડો સમય છે. કોવિડ વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ ડો.એનકે અરોરાએ જણાવ્યું કે ભારતમાં જો કોરોનાની ત્રીજી લહેર આવલશે તો તે બીજી લહેર જેટલી ગંભીર નહીં હોય. જોકે તેને માટે આપણે વેક્સિનેશનની ઝડપ વધારવી પડશે અને એ સુનિશ્ચિત કરવું પડશે કે વધારેમાં વધારે લોકોને વેક્સિન મળે.
તેમણે જણાવ્યું કે દેશમાં દરેક લોકોના વેક્સિનેશન માટે ઓછામા ઓછો 6 થી 8 મહિનાનો સમય છે. આગામી દિવસમાં દરરોજ 1 કરોડ લોકોને વેક્સિન આપવાનું અમારુ લક્ષ્ય છે.
આગામી દિવસોમાં દરરોજ 1 કરોડ વેક્સિન લગાડવામાં આવશે : કોવિડ વર્કિંગ ગ્રુપના ચેરમેન એન.કે.અરોરાએ કહ્યું કે આઈસીએમઆરનો સ્ટડી છે કે કોરોનાની ત્રીજી લહેર થોડી લેટ આવશે. અમારી પાસે લોકોને વેક્સિન આપવા માટે 6-8 મહિનાનો સમય છે. આગામી દિવસોમાં દરરોજ 1 કરોડ લોકોને વેક્સિન આપવાનો અમારો ટાર્ગેટ છે. ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનની ટ્રાયલ લગભગ પુરી થઈ ચુકી છે. હવે જે જુલાઈના અંતમાં કે ઓગસ્ટમાં 12-18 વર્ષની વયના યુવાનોને આપવામાં આવી શકે.
જુલાઈ અથવા ઓગસ્ટમાં બાળકો માટેની વેક્સિન : અરોરાએ જણાવ્યું કે જુલાઈ અથવા ઓગસ્ટમાં બાળકો માટેની વેક્સિન આવી શકે છે. ઝાયડસ કેડિલા આગામી 7 થી 10 દિવસની અંદર કોરોના વેક્સિન ZyCoV-D ના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે અરજી કરી શકે છે. હાલમાં ભારતમાં કોરોનાની ત્રણ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી વધારે ખતરો રહેલો છે તેથી જો 12-18 વર્ષના બાળકો માટેની ઝાયડસની વેક્સિન મળતી થશે તો તેનાથી ઘણી મોટી રાહત રહેશે.
ઝાયડસ કેડિલાની વેક્સિનમાં ત્રણ ડોઝ : ઝાયડસ કેડિલાની વેક્સિન દુનિયાની બાકીની વેક્સિન કરતા ઘણી અલગ છે. મોટાભાગની વેક્સિનમાં બે ડોઝ હોય છે પરંતુ ઝાયડસની આ વેક્સિન ત્રણ ડોઝમાં આપવામાં આવશે.
87 % સુધી અસરકારક : સ્ટડીમાં બાળકોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. જેમાં એક ગ્રુપ કોરોના સંક્રમિત (RT-PCR ટેસ્ટ) બાળકો અને બીજુ ગ્રુપ સામાન્ય બાળકોનું હતું. રિસર્ચમાં જાણવા મળ્યું કે Measles વાળી રસી SARS-Co-V-2 વિરુદ્ધ 87 ટકા સુધી અસરકારક રહી. આ સાથે જ જે બાળકોને Measles રસી અપાયેલી હતી તેમનામાં કોરોના સંક્રમણની આશંકા રસી ન લેનારા બાળકોની સરખામણીએ ઓછી રહી.
પુણેના આ રિસર્ચથી એ ધારણાને બળ મળ્યું છે જેમાં કહેવાય છે કે બાળકો કોરોના વાયરસ સંક્રમણ વિરુદ્ધ વધુ સુરક્ષિત છે કારણ કે તેમને Measles અને બીસીજી રસીનો ડોઝ લાગ્યા બાદ નોન સ્પેસિફિક ઈમ્યુનિટી તેમનામાં હાજર છે. Measles રસી છેલ્લા 36 વર્ષથી ભારતમાં રસીકરણ કાર્યક્રમનો ભાગ બનેલી છે.
અંતિમ પરિણામો માટે મોટા બાયે ક્લિનિકલ ટ્રાયલ થવી જોઈએ : આ રિસર્ચ હાલમાં જ ઈન્ટરનેશનલ જર્નલ હ્યુમન વેક્સીન એન્ડ ઈમ્યુનોથેરેપિટિકમાં પબ્લિશ થયો છે. રિસર્ચર્સનું કહેવું છે કે ભલે તેમના સ્ટડીના પરિણામો ઉત્સાહજનક છે પરંતુ અંતિમ તારણ પર પહોંચતા પહેલા તેના વિશે મોટા પાયે ટ્રાયલ થવી જરૂરી છે. સ્ટડીના લીડ ઈન્વેસ્ટિગેટર નીલેશ ગુજરનું કહેવું છે કે આ શોધને સંભવિત રેન્ડમ ક્લિનિકલ ટ્રાયલના માધ્યમથી વધુ પુષ્ટિ કરવાની જરૂરિયાત છે.
રિસર્ચમાં સામેલ બાળકોનો રસીકરણ રેકોર્ડ ઉપલબ્ધ : Measles રસી બાળકોને 9 મહિના અને 15 મહિનાની ઉંમરમાં અપાય છે. વર્ષ 2018માં કેન્દ્ર સરકારે રસી ન મેળવી હોય તેવા 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એક રસીકરણ કાર્યક્રમ લોન્ચ કર્યો હતો. પુણેના રિસર્ચમાં સામેલ બાળકોના રસીકરણના રેકોર્ડ પણ હતા.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!