હાલના સમયમાં અનેક ગંભીર ઘટનાઓ બની રહી છે. અમુક ઘટનાઓ એવી બની જાય છે કે આપણે ક્યારેય મનમાં પણ વિચારી ન હોય. લોકો આજકાલ સમાજમાં પોતાના જીવન જીવવા માટે રોજીરોટી મેળવી રહ્યા છે. પરંતુ આધુનિક મોંઘવારીને લઈને લોકો ગરીબીમાં પણ જીવી રહ્યા છે. અને આ ગરીબ વર્ગને ઘણું બધું સહન કરવું પડે છે.
ગરીબ વર્ગ સાથે એક ગંભીર ઘટના બની ગઈ હતી. આ ઘટના ખૂબ જ કરુણદાયક બની હતી. ઘટના છતરપુરમાં બની હતી. છતરપુરના પૌડી ગામમાં રહેતી એક દીકરી સાથે બની હતી. આ દીકરીનું નામ રાધા હતું. રાધાની ઉંમર 4 વર્ષની હતી. તેના પિતાનું નામ લક્ષ્મણભાઇ હતું. અને દીકરી પોતાના દાદા-દાદી, કાકા અને પિતા સાથે રહેતી હતી.
એક દિવસ રાધાની તબિયત બગડી હતી. અને રાધાને સારવાર માટે તેના પિતા બક્સવાહામાં ડોક્ટર પાસે લઇ ગયા હતા પરંતુ તે ડોક્ટર પણ નકલી હતો. દવાખાનુ લઇને ડોક્ટર લોકોની જેમ તેમ સારવાર કરી રહ્યો હતો. પરંતુ આ ડોક્ટરને રાધાને પ્રાથમિક સારવાર કરી હતી. અને આ ડોક્ટરે દમોહના એક ખાનગી ડૉક્ટર પાસે રાધાને લઈ જવાની ચિઠ્ઠી લખી આપી હતી.
ત્યારબાદ દીકરીને સાજી કરવા માટે પરિવારના લોકો રાધાને દમોહના ડોક્ટર પાસે લઇને આવ્યા હતા. પરિવારના લોકો ડોક્ટરને ત્યાં પહોંચ્યા પરંતુ દમોહના ડોક્ટરે સારવાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ માસૂમ દીકરીને લઈને પરિવારના લોકો જીલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. પરંતુ ત્યાં તપાસ દરમ્યાન ડોક્ટરે આ દીકરીને મૃત જાહેર કરી હતી.
અને ડોક્ટરે કહ્યું હતું કે દીકરીનું પોસ્ટમોર્ટમ કરવું પડશે પરંતુ પરિવાર ગભરાઈ ગયો હતો. અને પોતાની દીકરીને ધાબળામાં વીંટળાઈને હોસ્પિટલની બહાર લઈને આવી ગયા હતા. દીકરીના દાદાએ હોસ્પિટલમાં શબ્વાહીનીની માંગ કરી હતી પરંતુ હોસ્પિટલના લોકોએ શબવાહિની ન આપવા કહ્યું હતું. અને દાદા-દાદી આ માસૂમ દીકરીને લઈને હોસ્પીટલની સામે માનસ ભવન પર પહોંચ્યા હતા.
ત્યારબાદ દાદા-દાદી દીકરીને ધાબળામાં વીંટળાઈને ચોરીછૂપીથી બસ વાહનમાં લઈ જવો પડયો હતો પરંતુ ત્યાંથી પૌડી ગામ દીકરીને લઈ જવા માટે 5 કિલોમીટર દાદા-દાદી અને તેમના પિતા અને કાકાને દીકરીના શબને ખંભે ઊંચકીને ચાલવું પડયુ હતું. કેમ કે તેમને કોઈ મદદ ન કરી હતી. અને પરિવારની પણ આર્થિક સ્થિતિ નબળી હતી.
તે કારણે તેઓ પાસે વધુ સારવાર કરાવવા માટે પૈસા ન હતા. તે માટે 4 વર્ષની દીકરીને ગરીબીમાં ફસાઈને મૃત્યુ પામી હતી. અને તેના મૃતદેહને પણ સારી એવી ઠોકરો ખાવી પડી હતી ત્યારબાદ 5 કિલોમીટર ચાલવા માટે મજબૂર પિતા કાકા અને દાદા વારાફરતી બાળકીના મૃતદેહને પોતાના ખભા પર ઊંચકીને પગપાળા ચાલી રહ્યા હતા.
અને દિકરીને આખરે પૌડી ગામ લઈને ચાલતા જ હતા. થોડા અંતર ચાલ્યા પછી માસૂમ દીકરી અને તેમના પરિવારના લોકોને કોઈ શબવાહિનીમાં બેસાડીને તેમના ઘર સુધી ગામમાં મૂકી ગયા હતા. આ માસૂમ દિકરીને જીવતા પણ દુઃખ ન થયું હોય તેટલું મર્યા પછી દુઃખ થયું હતું. આવી રીતે દિકરીનો ખૂબ જ કરૂણ મોત થયું હતું.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!