૪૩૫ કિલોના આ પાકિસ્તાની મહારથીએ ૩૦૦ છોકરીઓને લગ્ન માટે કેમ ના પાડી? કારણ જાણીને હસી પડશો!!

0
176

ખાનબાબા નામે ઓળખાતા પાકિસ્તાનના અર્બાબ ખીઝર હયાતનું વજન ૪૩૫ કિલોગ્રામ છે, જે તેના ભોજનમાં રોજની ૧૦,૦૦૦ કૅલેરી લે છે. ખાનબાબા એક હાથે કાર ખેંચી શકે છે અને ટ્રૅક્ટર રોકી શકે છે.

આથી તે પાકિસ્તાનના હલ્ક તરીકે ઓળખાય છે. પાકિસ્તાનના મરડાન જિલ્લાનો રહેવાસી ખાનબાબા સોશ્યલ મીડિયા પર લોકપ્રિય છે. ખાનબાબા નાસ્તામાં રોજ ૩૬ ઈંડાં, ૩ કિલોગ્રામ માંસ અને પાંચ લિટર દૂધ લે છે. ગયા વર્ષે પોતાની જીવનસાથીની શોધ કરવા બદલ તે અખબારની સુરખીઓમાં ચમક્યો હતો.

૨૮ વર્ષના ખાનબાબાએ ઓછા વજનની હોવા માત્રથી લગભગ ૩૦૦ જેટલી છોકરીઓને નકારી કાઢી હતી. એક મુલાકાતમાં તેણે જણાવ્યું હતું કે ૧૦૦ કિલો કરતાં ઓછા વજનની છોકરીઓ તેના શરીરના બોજ હેઠળ કચડાઈ જશે એવો તેને ભય લાગે છે.‍

હું ભારે વજનની છોકરી શોધી રહ્યો છું જેથી મારા થકી તેને કોઈ નુકસાન ન પહોંચે. મને પરણવા માગતી છોકરી વધુ પાતળી ન હોવી જોઈએ એમ પણ તેણે મુલાકાતમાં કહ્યું હતું.

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,સરકારી યોજનાઓ અને સરકારી નોકરીની જાણકારીઓ માટે આજે જ અમારા ફેસબુક પેજ infogujaratofficial ને લાઈક કરો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here