આજના સમયમા ટેકનોલોજી ખૂબ જ વધી રહી છે. અને વધતી ટેકનોલોજીને કારણે દેશભરમાં લોકોને પોતાના બધા જ શોખ પૂરા કરવા લાગ્યા છે. અને આ ટેક્નોલોજીને લઈને લોકો પોતાના જીવનમાં અવનવા પ્રયાસો કરવા લાગ્યા છે. પરંતુ આ ટેકનોલોજીને જોઈને ખોટા પ્રયાસો કરવાને કારણે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.
ક્યારેક આ ટેકનોલોજી પોતાના પર જ ભારે પડી જાય છે. આજકાલ એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે તેમાં એક ઘટના ખુબ જ ગંભીર બની છે. આ ઘટનામાં નોયડામાં રહેતા પર્થલા ગામ વાસી સાથે બની છે. આ ઘટનામાં પર્થલા ગામમાં એક પરિવાર રાજીખુશીથી રહેતું હતું. આ પરિવારમાં પતિ-પત્ની, તેનો દીકરો અને તેમની પાંચ દીકરીઓ રહેતા હતા.
આ ગામમાં રહેતા બ્રિજેશ ભાઈ તેમના પરિવાર સાથે નોયડાના પર્થલા ગામમાં ફરુખાબાદથી રહેવા આવ્યા હતા. અને આ બૃજેશભાઈ નોયડા શહેરની એક ફેક્ટરીમાં કર્મચારી તરીકે નોકરી કરતા હતા. અને આ બૃજેશભાઈને ચાર દીકરીઓમાં એકનો એક જ 13 વર્ષનો દીકરો હતો. તેમનું નામ સુજીત હતું.
આ સુજીત એક દિવસ સોશિયલ મીડિયાના વિડીયો જોતો હતો. અને આ વિડીયો જોતા-જોતા તેને સુપરમેનની જેમ ઉડીને વિડીયો બનાવવો હતો. અને તેના કારણે એક દિવસ તેની પાંચ બહેનો બહાર બેઠી હતી. અને આ સુજીત રૂમમાં અંદર જઈને તેની બહેનનો દુપટ્ટો માંગ્યો. અને દુપટ્ટા લઈને દુપટ્ટાનો એક છેડો તેના ગળે બાંધી દીધો.
અને એક છેડો રૂમની છત ઉપર બાંધી દીધો. પછી તે પ્લાસ્ટિકનો ડબ્બો નીચે મૂકીને તેની ઉપર ઉભો રહેવાનો પ્રયાસ કરતો હતો અને ઉભા-ઉભા તે આ સુપરમેનની જેમ ઉડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સુજીતે નીચે કુદકો માર્યો. અચાનક જ આ પ્લાસ્ટિકનો ડબ્બો નીચેથી આડો પડી જતા. તે લડકી પડયો.
અને આ સૂચિતની બહેનો આ જોઈ ગઈ હતી. અને તે રૂમમાં આવીને અચાનક બુમાબુમ કરવા લાગી. અને સુજીતની હાલત ગંભીર બની ગઇ હતી. અને ઘરના લોકો તરત જ રૂમમાં આવી ગયા હતા. અને સુજીત બેભાન થઇ ગયો હતો કેમકે એનો શ્વાસ રૂંધાયો હતો. પછી સુજીતને બેભાન હાલતમાં નાયોડાની હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સારવાર દરમ્યાન સુજીતનું મોત થયું હતું.
આ ઘટના અંગે નાયોડાના પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી. અને સુજીતના મૃત્યુની ખબર સાંભળીને તેની માતાને હોશ રહ્યો નહોતો.કેમ કે આ એના એ દીકરાનું આવું અકાળ ભર્યું મોત જોઇને તેને ધ્રાસકો લાગ્યો હતો. પોલીશને સુજીતનો આ વીડિયો મળ્યો હતો. અને પોલીસ તેની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!