ગુજરાતમાં વરસાદના બીજા ફેઝની શરૂઆત લગભગ જીલ્લાઓમાં થઈ ચુકી છે ત્યારે હવામાન વિભાએ હજુ એક વાર આગાહી કરી છે. હવામાન વિભાગે તેમજ ગુજરાતના હવામાન નિષ્ણાતોએ આ પહેલા પણ આગાહી કરી હતી કે ગુજરાતમાં 7 તારીખથી વરસાદ ચાલુ થઈ જશે એ મુજબ જ આજે દક્ષીણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો છે. અને અગામી દિવસોમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસવા લાગશે.
આજે સુરત, નવસારી તેમજ દંગ અને વલસાડમાં ભારે વરસાદ નોંધાયો છે. સુરતમાં તો ગઈ કાલે સવારે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી પડ્યો હતો. તેવી જ રીતે આજે પણ 2 કલાકમાં 3 થી 4 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. પાણીની આવક વધી જતા ગટરો પણ બ્લોક થવા લાગી છે.
હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરતા જણાવ્યું હતું કે , ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારે થી અતિભારે વરસાદ પડશે. આ આગાઉ કેલી આગાહી સહી સાબિત થઈ છે તેથી લોકોને ભારે આશા છે કે આ આગાહી સાચી પડી જાય અને વરસાદ સારો વરસી જાય તો ખેડૂતોને સિંચાઈ માટેના પાણીની માથાકૂટ મટે.
સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આગામી દિવસો એટલે કે 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના ગામોમાં વરસાદની ખાસ જરૂર છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનું હવામાન વિભાગનું કહેવું છે. તેમજ ઉત્તર ગુજરાતના અમુક ગામોમાં તો વરસાદએ ડોકિયું પણ નથી કર્યું. તો એ ગામોના ખેડૂતો ની હાલત કેટલી હદે ખરાબ હશે એ વિચારવામાં પણ નહી આવે.
બનાસકાંઠાનાં અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે. વરસાદ આવતા સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી છે. ખેડૂતો પણ વરસાદથી ખુશ થયા છે. વરસાદથી ખેતીનાં ખરીફ પાકને ફાયદો થશે. આગામી 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
સુરત ગ્રામ્ય બાદ હવે સુરત શહેરમાં પણ વરસાદ શરૂ થયો છે. સુરતના અઠવાલાઈન્સ, પાર્લે પોઈન્ટ, પાલ, અડાજણ, રાંદેર, વેસુ, ઉધના, લીંબાયત, વરાછા સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આ વરસાદ ખેડૂતો માટે આર્શિવાદરૂપ સાબિત થશે. સુરત જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે.
સુરતના માંગરોળ, ઉમરપાડા, કીમ, કોંસબા, ઓલપાડમાં વરસાદ શરૂ થયો છે. માંગરોળ અને ઉમરપાડામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. કીમ, કોસંબા અને ઓલપાડમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. દક્ષિણ ગુજરાતમાં ૩૨.૬૨ ઈંચ સાથે મોસમનો સૌથી વધુ ૫૬.૬૯% જ્યારે ૮.૬૨ ઈંચ સાથે કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અત્યંત સાધારણ છે. ગત વર્ષે ૫ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં ૩૯.૭૧ ઈંચ સાથે મોસમનો ૧૨૧.૩૯% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. ગત વર્ષે ૯.૮૪ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો ન હોય તેવા એક પણ જિલ્લા નહોતા. જેની સરખામણીએ આ વખતે ૬૯ એવા તાલુકા છે જ્યાં ૯.૮૪ ઈંચથી ઓછો વરસાદ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જૂનમાં ૪.૭૩ ઈંચ, જુલાઇમાં ૬.૯૫ ઈંચ, ઓગસ્ટમાં ૨.૫૭ ઈંચ, સપ્ટેમ્બરમાં હજુ સુધી ૨.૧૪ ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!