આજકાલ અમુક ઘટનાઓ ખૂબ જ ગંભીર બની જાય છે. આવી ઘટનાઓમાં ક્યારેય કોઈએ ધાર્યું પણ ન હોય એવું બની જાય છે. અને અઘરી સ્થિતિ ઊભી થઈ જાય છે. ક્યારેક બાળકોના અમુક ગેરસમજને કારણે ગંભીર સ્થિતિ સર્જાઇ જાય છે, આવી સ્થિતિમાં માતા-પિતા તેમને બચાવવાના ઘણા પ્રયાસો કરી રહ્યાં હોય છે પરંતુ અમુક ગંભીર ઘટનાઓ ને કોઈ રોકી શકતું નથી.
એવી જ એક ઘટના પંજાબના હોશિયારપુર જિલ્લામાં ગદ્દીવાલા વિસ્તારના બૈરામપુરના ચંબોવાલ ગામમાં બની છે. આ ગામમાં એક પરિવાર ખૂબ જ રાજી ખુશીથી રહેતું હતું. આ પરિવારમાં માતા-પિતા અને તેમનો બાળક ઋત્વિક રહેતા હતા અને ઋત્વિક ની ઉંમર 6 વર્ષની હતી. ઋત્વિક એક દિવસ તેના માતા-પિતા સાથે ખેતરે ગયો હતો.
ઋત્વિક ખેતરમાં રમતો હોય છે પરંતુ અચાનક રમતા-રમતા એક કૂતરું તેમની પાછળ દોડે છે. અને આ કુતરાથી ડરીને ઋત્વિક બૂમાબૂમ કરતો દોડી જાય છે. અને ઋત્વિકની બુમો બાજુના ખેતરના કામ કરતા લોકોએ સાંભળી હતી. અને તેમણે કુતરાને ભગાડવાના પ્રયાસો પણ કર્યા હતા પરંતુ કૂતરો જતું નથી. અને ઋત્વિકને જોઈને દોડે છે.
ઋતિક દોડતો-દોડતો તેમના ખેતરમાં બોરની અઢી ફૂટની ઉંચી પાઇપ ઉપર ચડી જાય છે. બોર ઉપર કોથળો મુકેલો હોય છે પરંતુ ઋત્વિક ડરને કારણે અને અણસમજને કારણે તેના ઉપર ચડી જાય છે. કોથળો ધીમે ધીમે બાળકના વજન ને કારણે અંદર જવા લાગે છે અને ઋત્વિક કોથળો અંદર જતાની સાથે જ બોરમાં જતો રહે છે.
જ્યાં સુધી કોથળો પાણીમાં હતો ત્યાં સુધી ઋત્વિક ઉપર તરફ દેખાઈ રહ્યો હતો. પરંતુ જેમ-જેમ કોથળો પાણીમાં નીચે જતાં ઋત્વિક નીચે તરફ બોરમાં જતો જાય છે. આ બોર 80 ફુટ ઊંડો હતો. ત્યારબાદ ઋત્વિકને બોરમાં પડતા બાજુના ખેતરવાળા લોકો જોઈ ગયા હતા. અને તે દોડતા દોડતા બાળકના ખેતર માં આવે છે અને ગામના લોકોને પણ બોલાવે છે.
ત્યારબાદ એન.ડી.આર.એફની ટીમને પણ બોલાવવામાં આવી હતી. અને ઋત્વિકને બહાર કાઢવા માટે ઘણા પ્રયાસો કરે છે. તેમા બે રીતે ઋત્વિકને બહાર કઢાઇ છે. એક જીસીબીથી ખોદોઈ કરીને અને બીજી બાજુ બોરવેલમાં દોરડાની મદદથી બાળક સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ ઋત્વિક 8 કલાક સુધી અંદર રહ્યોઅને તે અંદર જ મૃત્યુ પામ્યો હતો.
પરિવારજનોને જાણ નહોતી. તે માટે તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. અને સારવાર દરમ્યાન ડૉક્ટરોએ કૃત્રિમ શ્વાસ આપવાની પણ કોશિશ કરી હતી. પરંતુ ઋત્વિકમાં કોઇ અસર દેખાતી નથી. ત્યારબાદ ડોક્ટરે ઋત્વિકને મૃત જાહેર કર્યો હતો. અને એન.ડી.આર.એફની ટીમે ઘણી કોશિશ કરી હતી.
તેમને ઋત્વિકને બહાર નીકળ્યા બાદ તરત જ ઓક્સિજન સિલિન્ડર આપવાની કોશિશ કરી હતી. અને બોરવેલમાં પણ ઓક્સિજન ગેસ છોડયા હતા. કેમ કે બાળકને શ્વાસ લેવામાં તકલીફ ન પડે પરંતુ કોઈ અસર થઈ નહોતી. આ ઘટના અંગે પોલીસ હાલ તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!