60 હજાર માટે મિત્રો સાથેના ઝઘડામાં ભાઈને બચાવમાં બહેન સાથે થયું એવું કે, ભલભલાના હદય પીગળી ગયા..!!

0
103

હાલમાં મારામારી અને લૂંટફાટની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. દિવસેને દિવસે લોકો એકબીજા સાથે મારામારીને પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આજકાલ આવી ઘણી બધી ઘટનાઓને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા છે. લોકો એકબીજા સાથે દુશ્મન કરીને તેની સાથે ઝઘડો કરી રહ્યા છે. ઝઘડાઓ વધારે બનતા મારામારી પર આવી જાય છે.

મારામારી થતા લોકો એકબીજાના જીવ લઇ રહ્યા છે. આવી જ એક મારામારીની ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે મારામારી અને હ.ત્યા.ની ઘટનાઓ વધતી જાય છે. મારામારી જેવી ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદ શહેરમાં એક મજૂર પરિવાર રહેતું હતું.

આ મજૂર પરિવારમાં શાહરૂખ નામનો એક યુવક રહેતો હતો. શાહરૂખ તેના પિતા સાથે છૂટક મજૂરી કરતો હતો. 5 મહિના પહેલા શાહરુખની નબળી પરિસ્થિતિ હોવાને કારણે શાહરૂખે તેના મિત્રો આરીફ, અકરમ અને અબ્બાસ પાસેથી 1-1 લાખ રૂપિયા લીધા હતા. શાહરુખને સારો ધંધો થવાને કારણે તેણે આ પૈસા તેના મિત્રોને પાછા આપી દીધા હતા.

ત્યારબાદ શાહરુખની આર્થિક સ્થિતિ સારી રહી હતી પરંતુ શાહરૂખને તેના ઘરમાં ધંધો પાછો બંધ પડતા પૈસાની જરૂર પડી હતી. તે માટે તેણે પાછા આ મિત્રો આરીફ, અકરમ અને અબ્બાસ પાસેથી 60,000 રૂપિયા માંગ્યા હતા.  આ પૈસા શાહરૂખે ટુકડે-ટુકડે આપી દેશે તેમ તેના મિત્રને જણાવ્યું હતું.

પરંતુ ત્રણેય મિત્રો હોવા છતાં શાહરૂખ પાસેથી ઉઘરાણી કરી રહ્યા હતા. શાહરૂખ તેને આપી દેશે તેમ કહેતો હતો. એક દિવસ શાહરુખની બહેન રેહાના પોતાના સાસરેથી પિયરમાં રહેવા માટે આવી હતી. શાહરૂખ તેના માતા-પિતા અને બહેન ઘરમાં સાંજના સમયે બેસીને વાતો કરી રહ્યા હતા.

તે સમયે આરીફ, અકરમ અને અબ્બાસ ત્રણે મિત્રો ઘરે છરી લઈને આવ્યા હતા. શાહરુખને ધમકાવવા લાગ્યા હતા. પૈસા આપી દેવાની અલગ-અલગ ધમકી આપી હતી પરંતુ શાહરૂખ પાસે પૈસા ન હતા. તે માટે ટુકડે-ટુકડે આપી દઈશ તેમ કહેતો હતો. બધા વચ્ચે ખૂબ જ સારો એવો ઝઘડો થયો હતો. ત્યારે શાહરૂખ ઉપર તેના ત્રણેય મિત્રો છરી વડે હૂમલો કરવા જતા હતા.

તે સમયે બહેન રહેના શાહરૂખને બચાવવા માટે વચ્ચે પડી હતી. તેના મિત્રોએ જેવો છરી વડે હૂમલો કરવા ગયો તરત જ તેની બહેન વચ્ચે આવી જતા રહેનાને છાતીના ભાગે છરી વાગી ગઈ હતી. તેને કારણે રહેના તરત જ ત્યાં ઢળી પડી હતી. આ જોઈને મિત્રો છરી મારીને ઘરમાંથી ભાગી ગયા હતા. રહેનાને આ હાલતમાં જોઇને શાહરૂખ આઘાતમાં આવી ગયો હતો.

રેહનાને તરત જ હોસ્પિટલ લઈ જાય તે પહેલાં જ રહેનાનું મૃત્યુ થઈ ગયું હતું. આ જાણીને શાહરૂખ ખૂબ જ ગુસ્સમા આવી ગયો હતો. તેના કારણે તેની બહેનનું મૃત્યુ થઈ જતા શાહરુખ આઘાત સહન કરી શક્યો ન હતો. તેને કારણે તરત જ તેણે માધુપુરા પોલીસ સ્ટેશનમાં તેના ત્રણેય મિત્રો સામે ફરિયાદ કરી હતી. પોલીસ ત્રણે મિત્રોની તપાસ કરી રહી હતી..

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here