75 વર્ષની માતાને 3 લુંટેરાઓએ ઢોરમાર મારી લાખો રૂપિયાના રોકડ, દાગીના લુંટી ગયા, પરિવાર પર મોટી આફત તૂટી પડી..!!

0
133

હાલમાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરી, લૂંટફાટની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. દિવસેને દિવસે ચોરીની ઘટનાઓ બની રહી છે. લોકો સાથે ચોરી-લુંટફાટ કરીને બીજા લોકો પૈસા અને દાગીનાઓ લૂંટી રહ્યા છે. બીજા લોકોની જીવનભરની કમાણીને લુટેરાઓ લૂંટી રહ્યા છે. આવી એક દિવસમાં 5 થી 6 ઘટનાઓ આપણી આસપાસ બનતી જોવા મળી રહી છે.

દિવસે-દિવસે ગુનાખોરીઓ વધવાને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજકાલ લોકોને કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે. આવી જ એક લૂંટફાટની ઘટના વડોદરા જિલ્લામાં બની હતી. વડોદરા જિલ્લામાં વારસિયા વિસ્તારમાં ધોબી તળાવ પાસે આવેલી નવયુગ સોસાયટીમાં એક પરિવારના સાથે બની હતી.

ઘરમાં સંયુક્ત કુટુંબમાં પરિવાર રહેતું હતું. પરિવારમાં પ્રેમ આહુજાભાઈ ઘરના સભ્યોના સાથે લુટેરાઓએ ખૂબ જ ખરાબ વર્તન કરીને પરિવારમાં ઘરેણા અને રોકડા રૂપિયા લૂંટ્યા હતા. એક દિવસ સાંજના સમયે પ્રેમ આહુજા ધંધેથી આવીને જમીને તેના રૂમમાં મકાનના ઉપરના માળે તેઓ સુવા માટે ગયા હતા.

તેમની 75 વર્ષની માતા પરમેશ્વરી બહેન નીચેના માળમાં સુતા હતા. તેઓ વર્ષોથી પોતાની રૂમમાં એકલા સુતા હતા. દરેક ઘરના સભ્યો પોત પોતાની રૂમમાં સૂવા માટે ગયા હતા. તે સમયે લુટેરાઓ પાછળના દરવાજેથી સ્ટોપર તોડીને 3 લુંટેરાઓ ઘરમાં ઘૂસી ગયા હતા. 75 વર્ષની માતાના રૂમમાં પહેલા તેઓ ગયા હતા.

માતાને અવાજ થતાની સાથે જ માતા જાગી ગયા હતા. અને તેઓ ઊભા થઈને જુએ તે પહેલા જ 2 લુટેરાઓએ તેમનું મોઢું દબાવીને ખંભેથી પકડીને તેને આંખ પર 3-4 બુક્કા મારી દીધા હતા. મોમાં રૂમાલ નાખીને હાથ પગ બાંધી દીધા હતા. તેને કારણે માતા કંઈ બોલી શકતા ન હતા. ત્યારબાદ માતાના હાથમાંથી સોનાના પાટલા અને વીંટીઓ કાઢી લીધી હતી.

કબાટમાં પડેલા પૈસાઓ લુંટી ગયા હતા. કબાટમાં પડેલા લાખો રૂપિયા, રોકડ તેઓ લૂંટી ગયા હતા. અનેક વસ્તુઓ ઘરમાંથી કીમતી હોય તે લૂંટીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ બીજા રૂમમાંથી પણ ઘણી બધી વસ્તુઓ લૂંટીને લુટેરાઓ આવ્યા ત્યાંથી પાછા જતા રહ્યા હતા. ઘરમાં બધું નીચેના માળમાં શોધીને વસ્તુ આમતેમ કરી નાખી હતી.

અને સવારે તેમનો પુત્ર અને પુત્ર વધુ જાગતા તેઓએ માતાને રૂમમાંથી બહાર ન આવતા શોધ્યા હતા ત્યારે માતાને આ હાલતમાં જોઈને પુત્ર ખૂબ જ ચિંતામાં આવી ગયો હતો. અને પોલીસના ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ આ ત્રણ લુટેરાઓની શોધ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here