8 વર્ષના બાળકે હોરર વિડીયો જોઈ વિડીયા જેવું કરવા ઢીંગલીને ફાંસી લગાવીને બાદમાં તે પણ..જોઇને ભલભલાને પરસેવો છૂટી ગયો..!!

0
128

હાલમાં સમાજમાં બધા નાના-મોટા સૌ લોકોને મોબાઇલની એટલે ખોટી આદત થવા લાગી છે કે લોકો પોતાના ફોન વગર એક પગલું પણ ભરી શકતા નથી. અને બાળકોને રમત રમવાની જગ્યાએ આજકાલ ફોનની ગેમોની ખૂબ જ ખરાબ આદત પડી ગઈ છે. અને તેને કારણે ગેમ એક વ્યસન બની ગયું છે. આજકાલ બાળકોના અવનવા વિડીયો જોઈ રહ્યા છે.

આવી જ એક ઘટના મોબાઇલને કારણે બની હતી. આ ઘટના પુણે પાસે આવેલા પિંપરી ચિંચવડમાં એક બાળક સાથે બની હતી. ચિંચપાડાના થેરગામ વિસ્તારમાં આ બાળક તેના માતા-પિતા અને તેના ભાઈ બહેન સાથે રહેતો હતો. બાળકનું નામ સુરજ હતું. તેની ઉંમર 8 વર્ષની હતી. આ પરિવાર ખુબ જ ખુશીથી રહેતું હતું.

બાળકની માતા બીજા બધાના ઘરોમાં ખાવાનું બનાવવાનું અને સાફ-સફાઈનું કામ કરતી હતી. અને બાળકના પિતા આ સોસાયટીમાં વોચમેન હતા. માતા-પિતા આમ ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. માતા-પિતા વ્યવસાયને કારણે બહાર જતા. તેને કારણે બાળકને વારંવાર શાંતિથી બેસી રહે તે માટે ફોન જોવા માટે આપતા હતા.

બાળક ઘરે તેના ભાઈ બહેન સાથે રહેતું હતું.ભાઈ બહેન આખો દિવસ આ બાળકને સાચવતા હતા. એક દિવસ બાળક ફોન જોતો હતો. તેમાં તેમણે હોરર વિડિયો જોયું હતું. તેને કારણે બાળક ફોન મૂક્યા બાદ તે વીડિયોની ઘટનાની અમલ કરવા માટે બહેનના રૂમમાંથી એક ઢીંગલી લઇ આવ્યો. અને આ ઢીંગલીના મોઢા ઉપર કાળું કપડું ઢાંકી દીધુ.

અને આ ઢીંગલીને લટકાવી દીધી. ત્યારબાદ આ બાળકે બારી સાથે બાંધેલુ દોરડું પોતાના ગળામાં બાંધી દીધુ. અને ત્યાંથી તે બેડ સુધી ગયો. અને બેડ ઉપર ચડી ગયો ત્યારબાદ ઢીંગલી જેવું કરવા જવાને કારણે તે બેડ પરથી કુદી ગયો હતો. અને તેના પગ જમીન સુધી પહોંચી શક્યા નહોતા. તેને કારણે તેનો શ્વાસ રુંધાવા લાગ્યો હતો.

અને ત્યાંને ત્યાં જ તડફડીને બાળકનું મોત થઈ ગયુ હતું. તે સમયે બાળકની માતા ઘરમાં ઉપર કામ કરી રહી હતી. બાળક નીચે રમી રહ્યો હતો. અને તેની માતાએ નીચે આવીને જોયું તો બાળક સૂતો હતો. એના મોંઢા ઉપર કપડું બાંધ્યું હતું. તે માતાએ ખોલ્યું અને માતા બાળકના ગળામાં દોરડું જોઈ ગઇ હતી. માતાને શંકા થઇ ગઇ હતી.

અને તેનું શરીર ટાઢું પડી ગયું હતું. ત્યારબાદ બાળકને માતા હોસ્પિટલ લઇ ગઈ હતી. અને ત્યાં ડોક્ટરે બાળકનું મૃત્યુ થઈ ગયું છે તેમ કહ્યું હતું. આ જાણીને માતા આઘાતમાં બેભાન થઈ ગઈ હતી. આવી રીતે બાળકને પોતાની આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here