આજનો સમય એટલો ખરાબ થઇ ગયો છે, કે એક માતાએ જ પોતાની બાળકીની હ.ત્યા કરી નાખી છે. આવી અકાળ ભરી પરિસ્થિતિઓ આજે સમાજમાં ઉભી થવા લાગી છે. લોકો આવી જ રીતે દિવસેને દિવસે બીજાની હત્યા કરવા લાગ્યા છે. આજે સમાજમાં એક માતા પર પણ વિશ્વાસ કરવા જેવું બાકી રહ્યું નથી.
અને આવી જ એક ઘટના સુરેન્દ્રનગરના થાનના નવા ગામનો એક હદય ધ્રુજાવી નાખે એ એવો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક પરિવારમાં રહેલી ફૂલ જેવી કોમળ દીકરીની માતા દીકરીની હત્યા કરી નાખી છે. અને પોતે પણ આપઘાત કરી લીધો છે. માતાનું નામ ભાવુ બહેન હતું. અને દીકરી હજુ 9 મહિનાની જ થઈ હતી.
આ દીકરી હજુ તો દુનિયામાં આવી એ ભેગો જ તેનો જીવ માતાએ લઇ લીધો છે. અને પોતે પણ આપઘાત કરીને મૃત્યુને ભેટી લીધું છે. આજકાલ સમાજમાં આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હજુ તો થોડાક દિવસ પહેલાં જ એક માતાએ પોતાના દીકરાને ઝેરના ટીકડા પાઈને પોતે પણ આપઘાત કરી લીધો હતો.
એ ઘટના હજી વિસરી નથી. ત્યાં તો આ બીજી ઘટના બની ગઈ છે. આ ઘટનામાં ભાવુબહેન અને તેમની 9 મહીનાની દીકરી અને તેમનો પતિ પરિવારમાં રહેતા હતા. ખુબ સારી રીતે ખુશીથી રહેતા હતા. એક દિવસ બંને ઘરે એકલા હતા. ત્યારે ભાવું બહેને આ ઢીંગલી જેવી 9 મહિનાની બાળકીને ગળામાં દુપટ્ટો બાંધીને ઉપર લટકાવી દીધો હતો.
અને ફંદામાં ગળું પોરવીને દીકરી ત્યાં જ તડફડાવી દીધી હતી. જોતજોતામાં તો તે મૃત્યુ પામી હતી. અને પછી તે પોતે પણ આપઘાત કરી લીધો હતો. તેનો પતિ જ્યારે ઘરે આવ્યો છે. ત્યારે બંને માતા દીકરીને આવી રીતે મૃત હાલતમાં જોઇને બુમો પાડવા લાગ્યો હતો. અને તે ત્યાં જ લથડી પડયો હતો. તે આઘાતને કારણે બેહોશ થઈ ગયો હતો. અને ત્યારે બુમ સંભાળતા આજુબાજુવાળા લોકો દોડી આવ્યા હતા.
અને આ ભાવુબેનના પતિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના પતિ ભાનમાં આવ્યા બાદ થાનગઢ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ કરે છે. અને માતા-દીકરીની લાશોને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપવામાં આવી હતી. પોલીસ હજુ આ ઘટનાનું કારણ શોધી રહી છે. અને ઘટનાની તપાસ કરી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!