હાલના સમયમાં એવી ઘટના બની રહી છે કે જે આપણે ક્યારેય મનમાં પણ વિચારી ન હોય. આપણે ચોરી, લૂંટફાટ, મારામારી અને અકસ્માતની ઘટનાઓ બનતી જોઈ છે. અને તેમાં લોકોના મૃત્યુ પણ થઈ જાય છે તે પણ સાંભળ્યું છે પરંતુ અમુક ઘટનાઓ એવી બની જાય છે કે જે આપણે ક્યારેય જોઈ પણ ન હોય એક જીવ બીજા માસુમનો જીવ લે છે.
આવી જ એક ચોંકાવનારી ઘટના હાલમાં જોવા મળે છે. આ ઘટના રાજકોટ જિલ્લામાં બની હતી. રાજકોટ જિલ્લામાં ઠેબચડા ગામમાં બની હતી. આ ગામમાં રહેતા લક્ષ્મણભાઈની વાડીમાં એક 9 માસના બાળક સાથે ઘટના બની હતી. લક્ષ્મણભાઈની વાડીમાં ખેત મજૂરી કરતા પરિવારના 9 માસના બાળક સાથે બની હતી.
પરિવાર પોતાની ધંધા રોજગારી માટે અહીં વાડીનું કામ કરવા માટે આવ્યા હતા. તેઓનું મૂળ વતન મધ્યપ્રદેશ હતું. તેમનું નામ પારસભાઈ વસાવા હતું. અને તેમની પત્ની અને તેમના બંને બાળકો સાથે તેવો વાડીમાં રહીને ખેત મજુરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેના પરિવારમાં 1 દીકરો જેની ઉંમર 9 માસની હતી. તેમનું નામ સાહિલ હતું.
અને તેમને 1 દીકરી હતી. તેમના બન્ને સંતાનોમા દીકરી મોટી હત અને એક દિવસ માતા-પિતા વાડીમાં કામ કરી રહ્યા હત તે સમયે બાળકને ખાટલાના પાયા સાથે કપડું બાંધીને ઘોડીયામાં બાળકને સુવ્ડાવ્યું હતું. અને પરિવારના લોકો વાડીનું કામ કરી રહ્યા હતા. બાળક એકલું સુતું હતું. ત્યારે તેમની દીકરીને તેમનું ધ્યાન રાખવા કહ્યું હતું.
પરંતુ દીકરી પણ રમતમાં પડી ગઈ હતી. તેથી તેને તેના ભાઇનું ધ્યાન ન રહ્યું અને તે સમયે ખાટલા સાથે કાપડના પારણામાં દીકરાને સુવડાવ્યો હતો. ત્યાં એક કૂતરો આવી પહોંચ્યો હતો. અને આ કૂતરાએ માસુમ બાળકને પારણામાં સૂતો જોઈને આજુબાજુ કોઈ નહોતું ત્યારે 9 માસના ઊંઘી રહેલા બાળકને પહેલા આંખ ઉપર બચકા ભરી ગયું હતું.
અને ત્યારબાદ ગળાના ભાગેથી ઉચકીને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. પરંતુ બાળક ચીસાચીસ કરીને રડવાની રહ્યું હતું. ત્યારે બાળકનો રડવાનો અવાજ સાંભળીને માતા-પિતાનું ધ્યાન બાળક તરફ ગયું હતું. અને બાળકને બચાવવા માટે માતા-પિતા દોડયા તે માટે કૂતરાએ બાળકને પડતું મૂકીને માતા-પિતા સહિત અન્ય 2 લોકો ઉપર હુમલો કર્યો હતો.
ત્યારબાદ બૂમાબૂમ કરતા માતા-પિતાને જોઈને આજુબાજુની વાડીના લોકો પણ એકઠા થઇ ગયા હતા. અને તરત જ એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં બાળકને તરત સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું .પરંતુ સારવાર દરમ્યાન બાળકનું મોત થઈ ગયું હતું. માતા-પિતાને ખુબ આઘાત લાગ્યો હતો.
અને બાળકને બચાવવા ગયેલા માતા-પિતા અને તેની સાથે અન્ય 2 લોકોને પણ કુતરાએ બચકા ભરી લીધા હતા. અને આ કાળ બનીને આવેલા કુતરા અને તે ક્યાંથી આવ્યો તે ગામના લોકોને પણ જાણ ન હતી. ત્યારબાદ આ પરિવાર પોતાના દીકરાના આઘાતને કારણે વાડીનું કામ છોડીને પોતાના વતન પરત જતા રહ્યા હતા.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!