દેશમાં ધીમે-ધીમે બધા જ રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે. હાલમાં બધા રાજ્યમાં વરસાદી માહોલ ખૂબ જ સારો એવો જોવા મળી રહ્યો છે. દરેક રાજ્યોમાં વરસાદના આગમનને કારણે બધા જ લોકો ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના આગાહીના પગલે ઘણા બધા રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
હજુ થોડા દિવસ સારો એવો વરસાદ રહેશે તેની આશંકા કરવામાં આવી છે. આવા ભારે વરસાદને કારણે ઘણા રાજ્યોમાં ઘણી બધી હોનારત પણ સર્જાવા લાગી છે. દેશમાં અમુક રાજ્યમાં ખૂબ જ સારો એવો સતત વરસાદ વરસી રહ્યો છે. તેને કારણે નદી-તળાવો છલકાઇ ગયા છે અને નદીઓમાં પૂર આવી ગયા છે.
વરસાદની વાત કરવામાં આવે તો ઉત્તર ભાગના આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ જેવા વિસ્તારોમાં ઘણા દિવસથી ખૂબ જ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. અને દેશમાં વરસાદ વિવિધ રાજ્યમાં ઓછો વધુ વરસાદ પડી રહ્યો છે. ઘણા રાજયોમાં હજુ વરસાદની રાહ જોવાઇ રહી છે. તો ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે પુર પણ આવી ગયા છે.
આસામ અને મેઘાલયમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને સતત વરસાદને કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. અત્યાર સુધીમાં પૂરને કારણે 62 લોકોના મોત થઈ ગયા છે. અને અસમ-મેઘાલયમાં પૂર અને ભૂસ્ખલન જેવી સ્થિતિ સારી સર્જાઈ ગઈ છે. આસામમાં અત્યાર સુધીમાં 62 લોકોના મૃત્યુ થઇ ગયા છે. અને મેઘાલયમાં 19 લોકોના મૃત્યુ થઈ ગયા છે.
બંને રાજ્યોમાંથી ઓછામાં ઓછા 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આસામમાં 28 જિલ્લામાં ખૂબ જ ખરાબ સ્થિતિ સર્જાઈ ગઈ છે. લોકોની રાહત અને બચાવ માટે ત્યાં સરકારની આર્મીની ટીમ પહોંચી ગઈ છે. અસમમાં 32 જિલ્લાઓમાં 31,00,000થી વધુ લોકો પૂરની મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જ્યારે પૂરના કારણે હજારો હેકટર જમીન બગડી ગઈ છે.
ઉત્તર રાજ્યોમાં બ્રહ્મપુત્રા, કોપિલી, માનસ, ગૌરાંગા, પગલાડિયા જેવી નદીઓમાં અતિભારે વરસાદ સતત વરસવાને કારણે નદીઓ બંને કાંઠે છલકાય ગઈ છે અને બંને કાંઠે છલકાતી નદીઓની જળ સપાટી ખૂબ જ ઊંચી આવી ગઈ છે. અને ધર્યા બહાર નદીઓ વહેવા લાગી છે. તેને કારણે આ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે.
નદીઓના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. આસામ, મેઘાલયની આસપાસના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો જેટલા કેટલાક દિવસથી પડી રહેલા ઝરમર વરસાદને કારણે દિલ્હીમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને ભારે વરસાદ પડી રહ્યો છે. આમ દેશમાં ખૂબ જ સારું એવું ચોમાસાએ જોર પકડયુ છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહાર જેવા રાજ્યમાં ઘણા દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. અને આગામી 48 કલાકમાં પણ હજુ સારો વરસાદ પડવાની આશંકા થઈ રહી છે. બધા જ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ આખો દિવસ જોવા મળી રહ્યું છે. અને આવી વરસાદની ખુશીની લાગણીઓ સાથે સાથે લોકો મુશ્કેલીમાં પણ મુકાઈ ગયા છે.
લોકોની માથે કાળા વાદળની સાથે સાથે આફતના વાદળો પણ છવાઈ ગયા છે. આસામ મેઘાલય તો લોકોના મકાન પડી ગયા છે. તેને કારણે લોકો ઘરવિહોણા થઈ ગયા છે. સરકાર લોકોને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે. દેશમાં હજુ ઘણા વિસ્તારોમાં સતત વરસાદ વરસાદને કારણે ઘણા રાજ્યોમાં આવી સ્થિતિ સર્જાય તેની આશંકા થઈ રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!