સૌરાષ્ટ્રવાસીઓને આશ્ચર્યમાં ગરકાવ કરતી ઘટના,સોરઠ પંથકમાં રાત્રે લાઈટ ધરાવતી ઉલ્કા જેવી વસ્તુ જોવા મળી ભેદી લાઇટના ફોટો, વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ
ઉપલેટા, જૂનાગઢ : રાતે ઉપલેટાના આકાશમાં ભેદી ધડાકા સાથે ચમકતો અવકાશી પદાર્થ જોવા મળ્યો હતો, બીજી તરફ સોરઠ પંથકમાં પણ આકાશમાં ઉલકા જેવી વસ્તુ જોવા મળતાં લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. ઉપલેટામાં રાત્રે 9 વાગ્યે ભયંકર કડાકા સાથે અવાજ આવતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
લોકોના કહેવા મુજબ એક ધડાકો થયા બાદ આ વિચિત્ર પદાર્થો દેખાયા હતા. કેટલાક લોકો આને ફાયટર જેટ તો કેટલાક લોકો UFO હોવાનું કહેતા હતા. જો કે જુનાગઢ નજીક એરપોર્ટ ન હોવાથી તે ફાયટર જેટ ન હતા કે ન તો UFO હતા. 10-12 જેટલા અગનગોળા જેવા પદાર્થ દેખાતા કેટલાક લોકો તેને ઉલ્કા પણ કહી રહ્યા હતા.જો કે આ પહેલીવાર નથી, અગાઉ પણ આવો નજારો સામે આવી ચુક્યો છે.
આકાશમાંથી આગના ગોળા નીચે પડતા હોય એવા દ્રશ્યો દેખાતા લોકોમાં કુતૂહલ જાગ્યું હતું. બનાવનું કારણ જાણવા લોકો એક બીજાને ફોન કરી પૂછવા લાગ્યા હતા. કોઈ ખગોળીય ઘટના છે કે અકસ્માત છે તે અંગે કોઈ સ્પષ્ટ થઈ શકી નહોતી. કેટલાક લોકોએ જેટ ફાઇટર નીકળ્યા પછી આ ભયંકર કડાકો થયો હોવાનું અનુમાન લગાવ્યું હતું.
જોકે વાસ્તવમાં તે શી ચીજ છે એ લોકો સમજી શક્યા નહોતા. બીજી તરફ સોરઠ પંથકમાં એક સાથે દસ-બાર જેટલી ચમકતી ઉલ્કા જેવી વસ્તુ જોવા મળી હતી. લોકોએ મોબાઈલમાં એના વીડિયો પણ બનાવી વાઈરલ કર્યા હતા. વંથલી, માણાવદર, રાજકોટ, ભાયાવદર, કોલકી જેવા શહેર-ગામમાં પણ આવા દૃશ્યો જોઈને લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા.
હકીકતમાં આ કોઈ UFO કે ઉલ્કા નહી પણ આકાશમાં તરતા મુકેલા સેટેલાઈટ હતા. Spacex કંપનીના સ્ટારલીંક સેટેલાઈટ આકાશમાં આ રીતે અનેકવાર જોવા મળ્યા છે. સ્ટારલીંક ની ઓફીશીયલ વેબસાઈટ પર તમે તમારું લોકેશન નાખીને જોઈ શકો છો કે તમારા વિસ્તારમાં આ સેટેલાઈટ કેટલા વાગે જોઈ શકાય છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!