આ 8 નુસખાઓ છે ખૂબ જ ઉપયોગી અને અસરકારક, નોંધી લેશો તો 8 તકલીફોમાં કામ લાગશે

0
226

આપણે ઘરમાં જ ઘણાં એવા નાના-નાના નુસખાઓ અપનાવીને ઘણી સમસ્યાઓ ઠીક કરી શકાય છે. તે એલોપેથી દવાઓ કરતાં વધારે અક્સીર હોય છે. આજે પણ દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે જુનવાણી ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. આજે અમે તમને એવા જ બેસ્ટ નુસખાઓ જણાવીશું.

વાળની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર કરવા માટે 2 લીંબુનો રસ લઈ તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો અને અડધા કલાક બાદ વાળ ધોઈ લો. આ પ્રયોગ સપ્તાહમાં 3વાર કરવો.  હાથ અને પગમાં કળતર થતી હોય તો લસણ અને સૂંઠને ઘીમાં શેકીને મધ મિક્સ કરીને ખાવાથી કળતર દૂર થાય છે.

જો તમને માથાનો દુખાવો થતો હોય તો એક તમાલપત્ર પીસીને તેમાં સહેજ પાણી મિક્સ કરીને તેનો લેપ માથા પર કરવો. તરત જ દુખાવો મટી જશે. મીઠાવાળા શેકેલા અજમામાં સહેજ હળદર મિક્સ કરીને રોજ જમ્યા પછી મુખવાસ તરીકે ખાવાથી શરદી-ઉધરસમાં આરામ મળે છે અને પેટ પણ સારું રહે છે.

જો તમને ચહેરા પર વારંવાર ખીલ, ફોડલીઓ થતી હોય તો કડવા લીમડાના થોડાં પાન લઈને તેને પીસી લો. પછી તેને અડધો કલાક ચહેરા પર લગાવીને રાખો અને પછી ધોઈ લો.

જે લોકોને હરસ મસાની સમસ્યા થાય તો રોજ ત્યાં એલોવેરા જેલ લગાવો અને રોજ હરસની સમસ્યામાં એલોવેરા જ્યૂસ પીવાથી રાહત મળે છે. રોજ રાતે 1 ગ્લાસ દૂધમાં 4 અંજીર પલાળી દો. સવારે દૂધ ઉકાળીને પીવાથી શરીરને શક્તિ મળે છે અને લોહી પણ વધે છે.

છાતી અને ગળામાં જામી ગયેલા કફને દૂર કરવા માટે સ્ટીમ બેસ્ટ ઉપાય છે. તેનાથી તરત જ ફરક પડે છે. પણ તમારે દિવસમાં 4-5 વખત આ પ્રક્રિયા કરવી જરૂરી છે. તેના માટે એક વાસણમાં ઉકળતું પાણી લઈ તેમાં નીલગિરી તેલના થોડાં ટીપાં અથવા વિક્સ નાખીને ટુવાલથી માથું ઢાંકી 5 મિનિટ સ્ટીમ લેવું.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here