મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક સમૃદ્ધ શાસ્ત્ર છે. આ શાસ્ત્રમા આપણા ભાગ્ય વિશેની અનેકવિધ બાબતોનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. આજના આ લેખમા અમે તમને એવી સ્ત્રીઓ વિશે જણાવીશુ કે, જેમનુ નામ અંગ્રેજીના મૂળાક્ષર કે અને એન સાથે શરૂ થાય છે. જો તમારા જીવનસાથીનુ નામ આ અક્ષરો પરથી શરૂ થાય છે તો આજે આ લેખ દ્વારા તમે તમારા વિશે ઘણુ બધુ જાણી શકશો. તો ચાલો જાણીએ.
કે નામ ધરાવતી સ્ત્રીઓ : જે સ્ત્રીઓનુ નામ કે અક્ષર પરથી શરૂ થાય છે, તે ખૂબ જ વધારે બોલતી હોય છે અથવા તો એકદમ શાંત હોય છે. આ સ્ત્રીઓ નકામી વાતોની જગ્યાએ ફક્ત કામની વાતો પર જ ધ્યાન આપે છે. આ સ્ત્રીઓ ખૂબ જ ઓછુ બોલતી હોય છે તે હંમેશા કંઈક નવુ કાર્ય કરવાની શોધમા રહેતી હોય છે.
આ નામની સ્ત્રીઓ ખૂબ જ ઝડપથી આગળ વધતી હોય છે. આ સ્ત્રીઓ જે પણ ક્ષેત્રમા આગળ જાય છે ત્યા સૌથી વધુ આગળ રહે છે અને પોતાના કાર્યને મન લગાવીને કરતી હોય છે. આ સ્ત્રીઓના ભાગ્યમા અઢળક સંપત્તિ હોય છે. તે દેખાવમા ખૂબ જ સુંદર હોય છે, તેથી લોકો તેમની તરફ તુરંત જ આકર્ષિત થઇ જતા હોય છે.
આ સ્ત્રીઓ પાસે પ્રેમ કરનાર લોકોની એક લાંબી યાદી હોય છે પરંતુ, જો તેમની વાત કરવામાં આવે તો તે પોતાનું સંપૂર્ણ જીવન કોઈ એક વ્યક્તિના પ્રેમમાં જ પસાર કરે છે. તેમના વિશે કોઈ શું કહી રહ્યું છે કે શું કરી રહ્યું છે તેનાથી તેમને કોઈ મતલબ હોતો નથી.
એન નામ ધરાવતી સ્ત્રીઓ : એન નામ ધરાવતી સ્ત્રીઓ પાસે પુસ્તકિયા જ્ઞાન સિવાય વ્યવહારિક જ્ઞાન પણ હોય છે. તેમને ખ્યાલ હોય છે કે, કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. એન નામ ધરાવતી સ્ત્રીઓ ખૂબ જ પરિશ્રમી હોય છે. તે કોઈપણ ચીજવસ્તુથી ડરતી નથી અને કોઈપણ કાર્યને ખૂબ જ સારી રીતે પૂરુ કરે છે.
તે વાતોની એટલી શ્રીમંત હોય છે કે, સામેવાળા વ્યક્તિ તેમની તરફ આકર્ષિત થઇ જાય છે. તે કોઈપણ વ્યક્તિને પોતાની વાતોથી તેમના મિત્ર બનાવી લેતી હોય છે અને તેમને પોતાના નિયંત્રણમા રાખતી હોય છે. તે સરળતાથી કોઈને પણ ઈમ્પ્રેસ કરી શકે છે. તેમનુ હૃદય એકદમ સાફ હોય છે પરંતુ, તેમનો ક્રોધ તેમને લોકોની નજરમાં ખરાબ બનાવી દેતો હોય છે.
સત્ય અને પોતાના સિદ્ધાંતો માટે તે કોઈપણ વ્યક્તિની સાથે લડવા માટે તૈયાર રહેતી હોય છે. તે હંમેશા સત્યનો જ સાથ આપે છે. તે પોતાની જાતને દરેક પરિસ્થિતિમા શ્રેષ્ઠ સાબિત કરવા ઈચ્છતી હોય છે. સામાજિક જીવનમા તે હસમુખ અને મિલનસાર હોય છે. તે ખુબ જ રચનાત્મક હોય છે અને કોઇપણ કાર્યને પોતાના અંદાજમાં કરવાનું પસંદ કરતી હોય છે.
આ નામ ધરાવતી સ્ત્રીઓ ખૂબ જ પ્રભાવશાળી હોય છે. અને પોતાના જ વિશ્વમા ખોવાયેલી રહેતી હોય છે. તેમને ત્યા સારુ લાગે છે, જ્યા તેમને જ્ઞાન મળે છે. સ્વભાવે અન્ય વ્યક્તિઓ ની સરખામણી માં જુદા જ તરી આવતા હોય છે સાથે તેમનો અન્ય સાથે ની વર્તન સામે વાળી કોઈપણ વ્યક્તિને દિલમાં સ્પર્શી જતું હોય છે આવા તો અનેક ગુણો-અવગુણો હોય છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!