મિત્રો આપણા ઘર મા શુભ પ્રસંગ હોય કે ના હોય પરંતુ , દરરોજ બપોરે જમવા મા દાળ-ભાત તો હોય જ અને અમુક લોકો તો એટલા શોખીન હોય છે કે જો તેમને દાળ-ભાત આપી દેવા મા આવે તો તે અન્ય કશુ જ ના માગે. પરંતુ , શુ તમે જાણો છો આ ભાત જો એકદમ છૂટ્ટા બને તો તેનો સ્વાદ જ કઈક ઓર આવે છે. તો ચાલો આજે આ છૂટ્ટા ભાત કઈ રીતે બનાવવા તે વિશે ની થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.
છૂટ્ટા ભાત બનાવવા માટે જોઈતી વસ્તુઓ :
બાસમતી ચોખા – ૨૫૦ ગ્રામ , પાણી – ૪૦૦ મી.લી , લીંબુ – અડધુ નંગ , ઘી – ૨ ચમચી , નમક – સ્વાદ મુજબ.
વિધિ :
સૌપ્રથમ બાસમતી ચોખા ને એક પાત્ર મા લઈ તેમા ૩-૪ વખત યોગ્ય માત્રા મા પાણી ઉમેરી ને તેને વ્યવસ્થિત રીતે સાફ કરી નાખો. આ પ્રક્રિયા ના કારણે તેમા રહેલો વધારા નો સ્ટાર્ચ દૂર થઈ જાય છે. હવે આ પાણી થી સાફ કરેલા ચોખા ને પાણી મા ૩૦ મિનિટ ના સમયગાળા સુધી પલાળી ને રાખી મૂકો.
હવે એક મોટા પાત્ર મા પાણી ઉમેરી તેને મધ્યમ આંચ પર ચૂલ્લા પર મૂકી ને પાણી ને ઉકળવા દો. આ પાણી ઉકળવા માંડે એટલે તેમા નમક ઉમેરી ને ચોખા ઉમેરો અને પાત્ર ને ઢાંકી દો. હવે ૧૦-૧૨ મિનિટ ના સમયગાળા બાદ તેમા લીંબુ ઉમેરી ને તેને ફરી ઉકાળો.
ત્યારબાદ ચમચા વડે આ ભાત ના એક થી બે દાણા લઈ ને ચકાસો કે તે સરખા પાક્યા છે કે નહી. હવે ચારણી રાખી આ ભાત ને થી પાણી ગાળી લો. ત્યારબાદ આ ભાત ને એક પ્લેટ મા રાખી દો. હવે તેમા જરૂર મુજબ નુ ઘી આ પકાવેલા ભાત પર રેડી દો. આ ઘી રેડતા સમયે એક વાત નુ ખાસ ધ્યાન રાખવુ કે આ પકાવેલા ભાત ને વધુ પડતા હલાવવા નહી. નહીતર તે તૂટી જશે.
હવે આ ભાત ને હળવે હાથે જ ઉપયોગ મા લેવા. આ ભાત નો ઉપયોગ કરી ને તમે પુલાવ, તેમજ બિરીયાની બનાવી શકો છો અને સાથોસાથ તેને સાદા ભાત તરીકે પણ ઉપયોગ મા લઈ શકો. આ સિવાય આ રીતે પકાવેલા ભાત ને ચણા ની દાળ , મગ ની દાળ , રાજમા , કઢી , તુવેર દાળ તથા રસમ જેવા આહાર સાથે ઉપયોગ મા લઈ શકાય.
લેખન સંપાદન : Infogujarat Team
નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!