હાલમાં ચોમાસું સારુ ચાલી રહ્યું છે. રાજ્યના ઘણા બધા વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ રાજસ્થાન મધ્યપ્રદેશ અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે દરિયામાં લો પ્રેશરની ઘટના ચાલુ થઈ છે. તેને કારણે મીની વાવાઝોડું આવી શકે તેની આશંકાઓ દેખાઈ રહી છે.
ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી રહી છે. ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજાના આગમનને કારણે ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. પરંતુ હજુ ઘણા વિસ્તારોમાં વરસાદ સામાન્ય રહ્યો છે. તે માટે 30 જૂનથી 2 જુલાઈ સુધીમાં મધ્યમ વરસાદ પડતા વિસ્તારોમાં સારો વરસાદ પડશે.
હવામાન શાસ્ત્રીની આગાહી મુજબ આગામી 5 દિવસમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ અને સુરત જિલ્લા જેવા વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડવાની આશંકા ઊભી રહી છે. ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી સારી કરી નાખી છે.
પરંતુ મધ્યમ વરસાદ વરસતાં ઘણા વિસ્તારોમાં ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે. ખેડૂતોની વાવણી સારા વરસાદને કારણે અધૂરી રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાવાને કારણે મીની વાવાઝોડું આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે. સિસ્ટમ એક સાથે ત્રણ સક્રિય થવાને કારણે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળશે.
ભેજવાળું જોરદાર પવનના સૂસવાટા સાથે વાતાવરણ રહેશે. ભારે વરસાદ બધા જિલ્લાઓમાં પડશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય થવાને કારણે જુદા જુદા બંદરો ઉપર ત્રણ નંબરનો સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત નામ વલસાડ નવસારી દમણ ડુમસ તિથલ દરિયા કાંઠે સાથી આઠ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
એક સાથે ત્રણ વિસ્તારોની સિસ્ટમ સક્રિય થવાને કારણે દરિયાકિનારાના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ આપતાની સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી દેવામાં આવી છે. અને તેને કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આવનારા પાંચ દિવસમાં મીની વાવાઝોડાની અસર દેખાઈ રહી છે.
તેને કારણે ગુજરાતના દરેક દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે ગાજવીજ અને વીજળીનાં કડાકા સાથે ભારે પવન થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!