આ તારીખે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકશે, લો-પ્રેશરની સિસ્ટમ ચારેકોર કરી નાખશે પાણી જ પાણી..!!

0
175

રાજ્યમાં ચોમાસાની સિઝન ખુબ જ સારી ચાલી રહી છે. ગુજરાતમાં સારો વરસાદ થઈ રહ્યો છે. જૂન મહિનામાં ઓછો વરસાદ રહ્યો હતો. તે માટે જુલાઈ મહિનામાં ખૂબ જ વધુ વરસાદ પડવો જોઈએ પરંતુ જુલાઈ મહિનામાં પણ ઘણા બધા જિલ્લાઓમાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ચોમાસુ ખૂબ જ સારું હાલમાં વરસી ચાલી રહ્યું છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસુ શરૂ થતાની સાથે જ સારું વરસાદ વરસી રહ્યો હતો. હાલમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે 24 કલાકમાં 32 જિલ્લાના 219 તાલુકામાં સારો વરસાદ પડ્યો હતો. આ તાલુકાઓમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો. 5 ઇંચ કરતા વધુ વરસાદ પડતા પાણી પાણી કરી નાખ્યું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીના મતે આગામી 5 દિવસમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે. અમુક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ રહેશે પરંતુ કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદ રહેશે. લો પ્રેસરની સિસ્ટમને કારણે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી આપી છે.

ઉત્તર ઓડીસામાં સર્જાયેલા લો પ્રેસરને કારણે આગામી પાંચ દિવસમાં મધ્યપ્રદેશથી રાજસ્થાન થઈ ગુજરાત તરફ આવી રહેલા લો પ્રેસરની સિસ્ટમની અસરને કારણે ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આશંકાઓ હતી પરંતુ લો પ્રેસર નબળું પડતા આકાશમાં છવાયેલા વાદળો કચ્છ જિલ્લા તરફ ખેંચાઈ રહ્યા છે.

તે માટે અમદાવાદ તેમજ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. વાદળો વિખેરાતા જોવા મળી રહ્યા છે.9  જુલાઈએ ઓરિસ્સામાં નવું લો પ્રેસરની સિસ્ટમ રચાવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. મધ્ય પ્રદેશથી ઉત્તર ગુજરાત સુધી આવી રહેલું લો પ્રેસર હવે કચ્છમાં ભારે રહેશે.

મધ્ય ગુજરાત તરફ આગળ વધી જતા વાદળો વિખાઈ જતા ભારે વરસાદને બદલે મધ્યમ વરસાદ વરસ્યો હતો. 8-9 જુલાઈએ ભારે વરસાદ પડવાની શંકાઓ હવામાન શાસ્ત્રીઓએ જણાવી છે. 9 જુલાઈ આસપાસ ઓરિસ્સામાં નવું લો પ્રેસરની સિસ્ટમ સક્રિય થવાની અસર દેખાઈ રહી છે. તે માટે આગામી સમયમાં ગુજરાતમાં હજુ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.

ગુજરાતના દરિયાકાંઠાથી સ્થાનિક લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. ગુજરાતના દરિયાકાંઠામાં આ સિસ્ટમ સક્રિયતાને કારણે ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં કરંટ થવાને કારણે ભારે મોજાં ઉછળી રહ્યા છે. તે માટે માછીમારોને દરિયા ન ખેડવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાથી કર્ણાટકના દરિયાકાંઠા સુધી હળવા વરસાદ દેખાઈ રહ્યો છે.

લો પ્રેસરની સિસ્ટમ કચ્છથી લઈને કર્ણાટકના દરિયાકાંઠા સુધી સક્રિય છે. દરિયાકાંઠા વિસ્તારોમાં આ સિસ્ટમની ભારે અસર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાને કારણે ઘણા બધા જિલ્લાઓમાં ડેમો છલકાઈ ગયા છે. તેને કારણે હાલમાં દક્ષિણ ગુજરાતમાં જંગલોએ લીલી ચાદર હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે.

હાલમાં પ્રવાસીઓ આનંદ માણવા માટે દક્ષિણ ગુજરાત તરફ ભારે જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ખૂબ જ સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે પરંતુ જરૂર કરતાં વધુ વરસાદ વરસતા ખેતરો નદીમાં ફેરવાઈ ગયા છે અને પાકને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here