આ તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકવાની કડક આગાહી..વાંચો..!!

0
156

આજકાલ રાજ્યમાં ખૂબ જ સારું ચોમાસુ ચાલી રહ્યું છે. દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. દરેક જિલ્લાઓમાં સારા વરસાદને કારણે રસ્તા ઉપર નદીઓ વહેતી કરી દીધી છે. રાજ્યમાં જુલાઈ માસની શરૂઆત થતાં જ સારા વરસાદ વરસી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગ જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ સુધી દરેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રના જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદરમાં અતિ ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, સુરત, તાપીમાં અતિ ભારે વરસાદ રહેશે.

આગામી પાંચ દિવસમાં કચ્છ જિલ્લામાં પણ ખૂબ જ સારો વરસાદ રહેશે. આમ, રાજ્યમાં કચ્છ સહિત ગીર સોમનાથ, વલસાડ, નવસારીમાં અત્યંત ભારે વરસાદની આગાહી રહી છે. આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં તો ભારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં ચારે કોર પાણી પાણી જોવા મળી રહ્યું છે. તેમજ લો પ્રેસરની સિસ્ટમ સક્રિય થઈ છે. તે માટે 9 જુલાઈએ કચ્છ જિલ્લામાં ખૂબ જ સારા વરસાદના એંધાણો દેખાઈ રહ્યા છે. 9 જુલાઈએ રાજ્યમાં ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, વલસાડમાં ભારે વરસાદની આગાહી રહી છે.

રાજકોટ, જૂનાગઢ, વલસાડ, ગીર સોમનાથના ભારે વરસાદની આગાહી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદ વરસ છે. જેમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ પાણી પાણી કરીને અત્યાર સુધીમાં 175 તાલુકામાં ખૂબ જ સારો વરસાદ વરસી ગયો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યા છે અને અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટા પણ પડી રહ્યા છે.

તે માટે દરેક જિલ્લાઓમાં ખેડૂતો પોતાની વાવણી સારી રીતે કરી રહ્યા છે અને અમુક જૂનાગઢ જેવા જિલ્લાઓમાં 12 ઇંચ જેટલો વરસાદ એકસાથે પડવાને કારણે ખેડૂત નારાજ જોવા મળી રહ્યા છે. કારણ કે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને ખેતરો નદીમાં ફેરવાઈ ગયા છે. તે માટે ખેતરોની જમીન ધોવાઈ રહી છે.

પોતાની વાવણીને પણ નુકસાન થઈ રહ્યું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. આ જિલ્લાઓમાં ખૂબ જ સારા પાકો થઈ રહ્યા છે. દરેક જિલ્લાઓમાં અલગ અલગ વરસાદને કારણે ખેડૂતો પોતાના પાકો સારા કરી રહ્યા છે અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદથી ગામ અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. 5 દિવસમાં ભારે વરસાદની કારણે દરેક જિલ્લાઓમાં NDRFની ટીમોને ડિપ્લોય કરવામાં આવી છે. તે માટે સૂચન કરી દેવામાં આવ્યું છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here