આ વર્ષે ભુક્કા બોલાવતા વરસાદને લઈને અંબાલાલે આપી જડબાતોડ આગાહી, વરસાદ ખેંચી લાવશે મોટા વાવાઝોડા.. વાંચો..!

0
125

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે અરબી સમુદ્રમાં હવામાન સક્રિય થવાને કારણે દરિયો ગાંડોતુર જોવા મળી રહ્યો છે. હાલમાં પણ સુરતના દરિયા કિનારામાં અરબી સમુદ્રના કારણે સિસ્ટમ સક્રિય થવાને કારણે દરિયામાં ખૂબ જ ઇચ્છા મોજા ઉછળી રહ્યા છે.

તેને કારણે હજુ આગામી દિવસોમાં સારો વરસાદ વરસી શકે તેવી શંકા કરવામાં આવી છે. અને ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે ખેડૂતો હવે સારી એવી વાવણી કરી શકશે. અને  ગુજરાતનો દરિયા કિનારો ગાંડોતુર બન્યો છે તેને કારણે સુરત અને વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયામાં મોટી ભરતી આવતા 10 ફૂટ સુધીના મોજા ઉછળી રહ્યા છે.

એવામાં જાણીતા હવામાન શાસ્રી અને સચોટ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવી દીધું છે આ વર્ષે વરસાદ ખુબ જ વધારે માત્રામાં વરસવા જઈ રહ્યો છે. આ વર્ષે સાર્વત્રિક વરસાદમાં ખુબ જ વધારો ઉછાળો દેખાઈ આવશે એટલે કે રાજ્યમાં સીઝનનો 100 ટકા કરતા પણ વધારે વરસાદ વરસવા જઈ રહ્યો છે.

મોટા ભાગે ચોમાસાનો સમય પૂર્ણ થતાની સાથે જ કમોસમી માવઠા અને વાવાઝોડાઓ દસ્તક આપી દેતા હોઈ છે. આ વર્ષે અંબાલાલના મતે વાવાઝોડા અને આંધી તેમજ ચક્રવાતોના જોર પહેલે થી જ બનેલા રહેશે, પરતું ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ અને ચક્રવાતની ત્રીવ્રતા ખુબ જ ઓછી રેહશે.

અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદનુ હવામાન વિભાગનું અનુમાન છે. અને દરિયા કિનારે ઊંચા મોજા ઉછળવાની કારણે આસપાસના લોકોમાં ભય બેસી ગયા છે. આવા ગાંડાતૂર બનેલા દરિયાને કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાય જાય છે. અને દરિયાના પ્રેસરને કારણે વરસાદ પણ સારો વરસે તેને કારણે લોકોને પોતાના સ્થળાંતરિત ઘરોને છોડીને બીજા આસપાસના વિસ્તારમાં જવાનું કહેવામાં આવે છે.

અને જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સુરતના સુવાલી દરિયા કિનારે આ મોટા મોજા ઉછળવાની કારણે સાવચેતીના પગલે સ્થાનિક લોકો અને દરિયા કિનારે ફરવા આવેલા લોકોને દૂર રહેવા માટે ચેતવણી આપવામાં આવી છે. અને આવી રીતે એકાએક વાતાવરણમાં પલટો આવતાની સાથે દરિયાકિનારે મોજા ઉછળવાની ઘટના બનતી હોય છે. અને જોરદાર પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી હોય છે આવી સ્થિતિમાં દરિયાકિનારે જોવું ખૂબ જ જોખમ ભર્યું છે.

હવામાન વિભાગ ડારેક્ટર મનોરમાં મોહંતી દ્વારા આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અને આગામી 5 દિવસ સામાન્યથી લઇને ભારે વરસાદ વરસશે તેનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here