દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. મુસાફરોથી ભરેલી બસ શુક્રવારે રાત્રે 650 ફુટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. આ દુર્ઘટનામાં 27 જેટલા લોકોના મોત થઇ ગયા હતા. તો સાથે સાથે, 13 જેટલા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓ અને ખનન કંપનીના જણાવ્યા મુજબ આ બસમાં ખાણમાં કામ કરનારા મજૂરો મુસાફરી કરી રહ્યા હતા.
ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા મુજબ લુકાનસ પ્રાંતમાં આ દુર્ઘટના સર્જાઈ છે અને બસમાં મુસાફરી કરી રહેલા લોકો પહાડ પરથી નીચે પટકાયા હતા. દુર્ઘટનાના વિડીયો ફૂટેજમાં બસને પલટી ખાતા જોઈ શકાય છે. જેમાં બસની છત અને ખુરસીઓ ઉખડી ગઈ હતી. પેરુના દક્ષિણી ભાગના રસ્તાઓને ઘણા જ ખતરનાક માનવામાં આવે છે.
23 લોકોનો આબાદ બચાવ : જે કંપનીમાં આ કર્મચારીઓ કામ કરતા હતા તે લંડનની હોશચાઈલ્ડ માઇનિંગ કંપની છે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારીએ કહ્યું છે કે અમે આ સમાચારથી ઘણા જ દુઃખી છે, ભાંગી પડ્યા છીએ. આ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, અત્યારે મારી પ્રાથમિકતા પીડિત પરિવારોનો સાથ આપવાની છે. તેના માટે અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
દુર્ઘટનાનું કારણ હજુ અકબંધ : પોલીસનું કહેવું છે કે આ માર્ગ અકસ્માત કાયા કારણે થયો તે હજુ જાણવા નથી મળ્યું. આ બસ પાલાનકાટા ગોલ્ડ એન્ડ સિલ્વર માઇનથી એરેક્વિપા શહેર જઈ રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!