આ વિસ્તારમાં 1 કલાકમાં ખાબક્યો 4 ઇંચ ગાજવીજ સાથે વરસાદ, આભ ફાટતા ચારેયકોર કર્યું મેઘરાજાએ પાણી જ પાણી..!!

0
110

હાલમાં ચોમાસાની સિઝન ખૂબ જ સારી એવી ચાલી રહી છે. રાજ્યમાં દરેક વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની સિઝન ચાલુ થતાની સાથે જ ઘણા બધા વિસ્તારોમાં સતત મેઘરાજા વરસી રહ્યા છે. રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યાર સુધીમાં 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

બાકીના 30 ટકા વરસાદ બીજા રાજ્યોમાં છૂટો-છવાયો વરસી રહ્યો છે. આગામી 24 કલાકમાં ઘણા બધા રાજયમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા કરી દીધા છે. સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા કેટલાક સમયથી બરાબરના મેઘરાજા વરસી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિભારે વાવાઝોડા સાથે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી છે. તે ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સામાન્ય પવનના સુસવાટા સાથે વરસાદ વરસવાની આગાહી દર્શાવી છે.

કચ્છના વિસ્તારોમાં સારો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, તાપી, વલસાડ જિલ્લામાં સારા વરસાદની અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં સારા વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં સારા વરસાદ આગામી પાંચ દિવસમાં રહેશે. અને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા જેવા જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

સામાન્ય વરસાદી ઝાપટા પડશે પરંતુ આ વાદળછાયા વાતાવરણને કારણે લોકોને ઉકળાટભર્યું ગરમી સહન કરવું પડે છે. અને દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ચીખલીમાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસી ગયો હતો. તેની આસપાસના 17 તાલુકાઓમાં એક ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો.

સુરતના ઓલપાડ વિસ્તારમાં બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. ડાંગમાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ વરસી ગયો હતો. દક્ષિણ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં બે કરતા વધુ વરસાદ વરસવાને કારણે ઘણા વિસ્તારોમાં પાણીની રેલમછેલ કરી મૂકી છે. ભાવનગરના ગારિયાધારમાં શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં વાડી અને શહેરોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા લોકોના ગામમાં પણ પાણી ઘુસી ગયા હતા.

રસ્તા ઉપર ઢીંચણસમાણા પાણી ભરાઇ ગયા હતા. વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ એક સાથે તૂટી પડયો હતો. સતત વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. સૌરાષ્ટ્રમાં ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરના શેત્રુંજી નદીના ડેમમાં ઉપરના ગામડાઓમાંથી સતત વરસાદને કારણે પાણી ડેમમાં ભેગું થયું હતું.

ડેમમાં પાણી આવવાને કારણે પાણીની સપાટી વધીને 21.1 ફૂટ જેટલી થઈ ગઈ હતી. અને ડેમમાં સતત પાણી આપવાને કારણે ડેમ ઓવરફલો થઇ જવા લાગ્યા છે. અને ડેમના દરવાજા પણ થોડી ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. ભાવનગરના શેત્રુંજી ડેમ અને નર્મદાના સરદાર સરોવર ડેમ પણ પાણીની સપાટી વધવા લાગી છે.

નવસારીમાં અંબિકા નદીના ડેમ પર પણ પાણીની સતત આવકને કારણે નર્મદા અંબિકા નદી નો ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે આમ રાજ્યમાં સતત વરસાદ ઘણા બધા જિલ્લામાં વરસવાને કારણે આ જિલ્લાઓ ના ડૅમ પણ ઓવરફ્લો થઈ ગયા છે અને ખેડૂતોને આ વરસાદી માહોલથી ખુબ જ ખુશી જોવા મળી રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here