આજે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 41,383 નવા કેસ નોંધાયા છે અને 507 સંક્રમિતાએ પ્રાણ ગુમાવ્યા છે. આ પહેલા 21 તારીખે 42,015 નવા કેસ સામે આવ્યા હતા. દિવસેને દિવસે કોરોનાના કેસો ની સંખ્યામાં દેશ લેવલે નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે.
ત્યારે ભારતના એક રાજયમાં 3 દિવસના લોકડાઉનની જાહેરત કરી દેવામાં આવી છે જેથી કોરોનાના નવા વેરીએન્ટનું સંક્રમણ ઝડપથી રોકી શકાય. આ બાબતે કેરલની વિજયન સરકારે સૌથી પહેલી પહેલ કરી છે. ઈદના તહેવાર પર સરકારે 3 દિવસની છૂટછાટ આપી હતી તેના કારણે કેસમાં ઉછાળો દેખાયો હોવાનું માનવામાં આવી થયું છે.
24 અને 25 જુલાઈએ સંપૂર્ણ લોકડાઉન : કેરળમાં વધી રહેલા કોરોનાના કેસને જોતાં ફરી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ લોકડાઉન માત્ર શનિવાર 24 જુલાઈ અને રવિવાર 25 જુલાઈ પૂરતું જ રહેશે. કેરળ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સ મુજબ 24 અને 25 જુલાઈના રોજ 12 અને 13 જુલાઈના રોજ જાહેર કરવામાં આવેલા નિર્દેશો સાથે પૂર્ણ લોકડાઉન રહેશે.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન કહ્યું કે, રાજ્યમાં લગાવવામાં આવેલા કોવિડ-19 પ્રતિબંધો એક સપ્તાહ સુધી ચાલુ રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ કેરળમાં 1,26,894 એક્ટિવ કેસ છે. જ્યારે 30,45,310 લોકો કોરનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં 15,512 કોરોના દર્દીના મોત થયા છે.
કેરળ સરકારે આપી ત્રણ દિવસની છૂટછાટ : સુપ્રીમ કોર્ટે કેરળ સરકારન પાસે બકરીઈદ તહેવારને ધ્યાનમાં રાખી કોરોનાના કારણે લાગુ પાડેલ પ્રતિબંધો ત્રણ દિવસ માટે હટાવી લેવાની અરજી માટે જવાબ માંગ્યો છે. બકરી ઈદ પર કેરળમાં પ્રતિબંધમાં છૂટછાટ આપવાના સરકારના નિયમ વિરુદ્ધ એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
આ છૂટછાટ ત્યારે આપવામાં આવી જ્યારે કેરળમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે જ રાજ્યમાં પોઝિટીવીટી રેટ પણ વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે એટલે કે મંગળવારે આ વિશે સુનાવણી થવાની છે.
તમિલનાડુમાં વધ્યા કેસ : ભારતમાં છેલ્લા એક સપ્તાહથી કુલ કેસના અડધા કેસ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાંથી જ સામે આવી રહ્યા છે. આ બે રાજ્યોમાં જ્યાં કોરોના વાયરસના કારણે સરકાર ટેન્શનમાં હતી ત્યાં હવે તમિલનાડુએ પણ ટેન્શન વધાર્યું છે. કેન્દ્ર સરકારે આપેલ જાણકારી અનુસાર તમિલનાડુના 12 જિલ્લાઓમાં ખતરાની ઘંટી જોવા મળી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!