હાલમાં ચોમાસાની સિઝન ખૂબ જ સારી ચાલી રહી છે. દરેક રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં બીજા બધા જિલ્લાઓમાં વરસાદની વધ-ઘટ થઇ રહી છે. રાજ્યમાં દરેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણને સાથે-સાથે છુટા છવાયા ઝાપટા પડી રહ્યા છે.
હજુ આગામી જૂન મહિના બાદ 5 જુલાઈ સુધી શહેરોમાં હળવો વરસાદ વરસવાની આગાહી રહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી રહી છે. રાજ્યના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની વાવણી સારી હોવાને કારણે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે.
શહેરી વિસ્તારમાં જ્યાં ભારે વરસાદ વરસ્યો હોય છે ત્યાં રસ્તા પર નદીઓ વહેતી કરી દીધી છે. અને જ્યાં છૂટોછવાયો વરસાદ વરસે છે આવ વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે ગરમી અને બફારાનો માહોલ જોવા મળે છે. જેમાં અમદાવાદ શહેરમાં સારા વરસાદને કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી ગરમી અને બફારો થઈ રહ્યો હતો. એટલામાં જ એક સાથે સારા વરસાદને કારણે લોકોમાં આનંદ જોવા મળી રહ્યો હતો. જોરદાર વરસાદ ભારે પવન સાથે વરસી ગયો હતો. અમદાવાદ શહેરના આશ્રમ રોડ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, મેમનગર, નારણપુર, ભોપાલ, થલતેજ, વેજલપુર, પાલડી, સરખેજ, વિસલપુર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસાવી દીધી હતી.
ઘણા બધા વિસ્તારોમાં ભારે અને પવન સાથે વરસાદ વરસવાને કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. અમદાવાદમાં દોઢ ઇંચ કરતા વધુ વરસાદ એક કલાકમાં વરસી ગયો હતો. તેને કારણે રસ્તા પર પાણીઓની નદી વહેતી કરી દીધી હતી. રાજ્યના દરેક વિસ્તારોમાં બે દિવસથી ધીમા વરસાદને કારણે ગરમી અને બફારો જોવા મળી રહ્યો છે.
તે માટે ઘણા બધા જિલ્લાઓમાં આગામી ત્રણ કલાકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આગાહી રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, મહેસાણા, છોટાઉદેપુર, ડાંગ, ભરૂચ, તાપી, નર્મદા, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી રહી છે.
આ બધા જિલ્લાઓમાં અગાઉ પણ સારા વરસાદને કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ જિલ્લાઓમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહી છે. રાજકોટમાં પણ ખૂબ જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. ભારે પવન અને વીજળીનાં કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી ગયો હતો.
વીજળીના કડાકાને કારણે ઊંચી બિલ્ડીંગોમાં ધ્રુજારી આવી ઉઠી હતી. ગોંડલમાં પણ સારા વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતું કરી દીધું હતું. ગોંડલમાં જોરદાર મેઘરાજા વરસવાને કારણે આખું શહેર પાણી પાણી થઈ ગયું હતું. ગોંડલમાં પણ વરસાદના આગમન પહેલા ખૂબ જ બફારો થવાને કારણે વરસાદ વરસતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.
ગોંડલમાં ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જોરદાર પવનના સુસવાટા સાથે વરસાદ વરસવાને કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઇ જવાને લીધે ઘરોમાં અને લોકોની દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. સાથે-સાથે મધ્ય ગુજરાતના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. દરિયા કિનારાના વિસ્તારોમાં 30થી 40ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!