રાજ્યમાં હાલમાં દરેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ઘણા બધા તાલુકાઓમાં એકસાથે ભારે વરસાદ વરસવાને કારણે ઘણી બધી આફતો પણ જોવા મળી રહી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જૂન મહિનાથી વરસી રહ્યો છે. તેને કારણે અનેક નદી-તળાવ અને ડેમો ઓવરફ્લો થઈ ગયા છે.
એકસાથે વરસાદ વરસવાને કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જૂનાગઢમાં એકસાથે વધુ વરસાદને કારણે નદીનાળા છલકાઈ ગયા છે. ઠેર-ઠેર પાણીની સમસ્યાઓ જોવા મળી રહી છે.
ઘણી બધી મુશ્કેલીઓ સ્થાનિક લોકો સહન કરી રહ્યા છે. જુનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભવનાથના દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. જુનાગઢમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. તેને કારણે રસ્તા પર ઘણા બધા વાહનો ફસાઈ ગયા છે. બાળકોને શાળાએ જવા માટે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે.
આ સિઝનમાં સૌરાષ્ટ્રમાં સારા વરસાદને કારણે ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ચુડલી ગામમાં રહેતા ખેડૂતને વાવણીને કારણે ખુશીની સાથે સાથે દુઃખ પણ સહન કરવું પડ્યું હતું. ચુડલી ગામમાં રહેતા ખેડૂત પોતાની સારી વાવણીને કારણે ખેતરમાં બળદગાડું લઈને વાવણીને ખેડવા માટે જઈ રહ્યા હતા.
ખેડૂત પોતાને બે બળદનું પોતાના પરિવાર કરતાં પણ વધારે ધ્યાન રાખતા હતા. તે ખેડૂતનું નામ વેજાણંદભાઈ વરજાગભાઈ નંદાણીયા હતું. તેઓ પોતાને ખેતરમાં બળદો સાથે બળદ ગાડું જોડીને ખેતી ખેડીને પાછા પોતાના ગામ આવી રહ્યા હતા. પોતાના ઘરે કામ પૂરું થતાં તેઓ બળદ ગાડું લઈને પાછા આવતા હતા.
તે સમયે ખેતરમાંથી દરેક ખેતરોને વીજળી પૂરી પાડતો ઇલેવન કેવી વાયર ખૂબ જ ભારે પવન ફુંકાવાને કારણે જીવતો ઇલેવન કેવી વાયરનો થાંભલો બળદ ગાડા પર પડ્યો હતો. તેને કારણે વાયરમાંથી વધારે ફોલ્ટનો કરંટ પસાર થતો હતો. તે વાયરનો થાંભલો પડતા ખેંચતાણને કારણે વાયર તૂટી જતા બળદ પર પડ્યો હતો.
બળદ ભડાકાની સાથે જ બળદ સળગી ગયો હતો. ગાડામાં પણ કરંટ થવાને કારણે ખેડૂત ફંગોળાઈને દૂર પડી ગયા હતા. બીજો બળદ ધડાકો થવાને કારણે ડરીને ભાગી રહ્યો હતો. ત્યારબાદ ખેડૂતનું એક બળદનું મોત ઘટના સ્થળે થઈ જતા ગામ લોકોએ આ ઘટનાની જાણ પીજીવીસીએલના અધિકારીઓને કરી હતી.
આમ જુનાગઢ જિલ્લામાં લોકોને વરસાદને કારણે ભારે આફતોનો સામનો કરવો પડ્યો હતો. જુનાગઢ જિલ્લાના માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. અને જૂનાગઢમાં ભારે વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો. રાજ્યમાં દરેક વિસ્તારોમાં સારા વરસાદને કારણે ઘણા બધા જિલ્લાઓમાં પાણી ભરાય ગયા હતા.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!