હાલમાં દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝન ખૂબ જ સારી એવી જામી ગઈ છે. દરેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી ચુક્યો છે. જેમાં હવામાન વિભાગની આગાહીના પગલે પશ્ચિમ બંગાળમાં સર્જાયેલી લો-પ્રેસરની સિસ્ટમને કારણે કચ્છના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદના એંધાણો દેખાઈ રહ્યા હતા.
તે મુજબ હાલમાં મધ્ય ગુજરાતમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. ચોમાસુ શરૂ થતાની સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો હતો પરંતુ હાલમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. આમ, વરસાદમાં જોવા મળી રહેલી વધ-ઘટ હવે જુલાઈ મહિનામાં પૂર્ણ થશે.
દરેક જિલ્લાઓમાં એક પછી એક એમ ભારે વરસાદ વરસીને દરેક જિલ્લાઓને પાણી-પાણી કરી મૂકશે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા જેવા જિલ્લાઓમાં અતી ભારે વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં અમદાવાદમાં આભ ફાટી પડ્યું હતું. અમદાવાદની વાત કરવામાં આવે તો ખૂબ જ ધોધમાર વરસાદમાં 18 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ જેટલો વરસાદ એકસાથે વરસી ગયો હતો. વાડજ, ઇન્કમટેક્સ, આશ્રમ રોડ વિસ્તારમાં 14 ઇંચ વરસાદ વરસ્યો હતો. વસ્ત્રાપુર વિસ્તારમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તેને કારણે અમદાવાદ શહેરમાં પાણી પાણી થઇ ગયું હતું. અમદાવાદ શહેર બેટમાં ફેરવાઈ ગયું હતું.
દરેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે એકસાથે પાણીનો નિકાલ ન થતા દરેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. રાતના સમયે વરસાદ પડ્યો હોવાથી દરેક લોકો પોતાના ઘરમાં ઊંઘતી હાલતમાં તેઓને ભાગુ પડ્યું હતું. વાસણા, પાલડી, સરસપુર, એલિસબ્રિજ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. જેને કારણે ધંધે જતા લોકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
અમદાવાદમાં હજુ પણ આગામી દિવસમાં ખૂબ જ સારા વરસાદના એંધાણો દેખાઈ રહ્યા છે. તે માટે અમદાવાદમાં શાળા કોલેજોમાં એક દિવસની રજા આપી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ વરસી ચુક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં બારડોલીમાં 20 ઇંચ વરસાદ એકસાથે વરસી ચૂક્યો હતો. તેને કારણે એ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા.
ડાંગ જિલ્લામાં 12 ઇંચ વરસાદ હતો. અને છોટાઉદેપુરમાં 10 ઇંચ વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, સુરત, અંજાર જિલ્લાઓમાંથી ભારે વરસાદને કારણે ઘણા બધા તાલુકાઓમાં સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. બોડેલીમાં 20 ઇંચ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ બોડેલી વિસ્તારમાં પડવાને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા.
શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પુરજનક સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ધમરોળી નાખ્યું હતું. છોટાઉદેપુરના બોડેલીમાં 20 ઇંચ વરસાદ પડી ગયો હતો. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારીમાં ભારે વરસાદને કારણે 700 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. છોટાઉદેપુરમાં નસવાડી જિલ્લાના 12 ગામો સંપર્ક બન્યા હતા.
સંખેડા તાલુકામાં ઉચ્છ નદીમાં જોરદાર પૂર આવી ગયું હતું. જેને કારણે ઉચ્છ નદીનું પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું હતું. બોડેલીમાં સૌથી વધુ એટલે કે 20 ઇંચ વરસાદ પડ્યો હતો. ડાંગમાં 12 ઇંચ વરસાદ પડ્યો હતો. ચીખલીમાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુરમાં 10 ઇંચ વરસાદ પડ્યો હતો. આમ, દરેક જિલ્લાઓમાં જુદા જુદા વરસાદને કારણે ભારે માહોલ સર્જાઈ ગયો હતો.
વલસાડ, નવસારીમાં ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવી જવાને કારણે 2500 લોકોને બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. નવસારીના તમામ નદીઓમાં એકસાથે પુરાવાને કારણે પુરજનક સ્થિતિ સર્જાઈ ગઈ હતી. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લાઓમાં માત્ર વરસાદના ઝાપટા જ રહ્યા હતા.
સૌરાષ્ટ્રમાં અગાઉ ભારે વરસાદ વરસી ચુક્યો હતો પરંતુ હાલમાં મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરતની વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી ભારે ઝાપટા જોવા મળી રહ્યા છે. તે માટે સુરત શહેરમાં પણ ખૂબ જ સારો વરસાદ જામ્યો છે. મધ્ય-દક્ષિણ ગુજરાતમાં હજુ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી રહી છે.
ઓડિશામાં લો પ્રેસરની સિસ્ટમને કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે. હજુ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત તેમજ કચ્છ વિસ્તારમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આશંકાઓ દેખાઈ રહી છે.
હજુ આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી થશે. અમદાવાદમાં અતિ ભારે વરસાદને કારણે અમદાવાદ હાલમાં બેટમાં ફેરવાઈ ગયું છે. દરેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકો પોતાના ઘરમાં કેદ થયા છે. આમ, ગુજરાતમાં એકંદરે ચોમાસું ખૂબ જ સારું વરસી રહ્યું છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!