આ વિસ્તારોમાં ઉભેલા માણસને પણ ઉડાડી નાખે તેવા તોફાની પવન ફૂંકવાની મોટી આગાહી..વાંચો..!!!

0
100

રાજ્યમાં ચોમાસું ખૂબ જ સારું ચાલી રહ્યું છે. ચોમાસાની સિઝન ચાલુ થતાની સાથે જ રાજ્યના બધા જ જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો હતો. ઘણા બધા વિસ્તારોમાં ચોમાસાની લઈને વધ-ઘટ જોવા મળી રહી હતી. રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો હતો.

બાકીના જિલ્લાઓમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. ઘણા બધા જિલ્લાઓમાં હજુ સારો વરસાદ વરસ્યો નથી. હવામાન વિભાગની આગાહીના પગલે ઘણા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બે ઇંચ કરતા વધુ વરસાદ વરસી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

રાજ્યમાં વરસાદી માહુલ સારો જામી ગયો છે. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ખૂબ જ સારા વરસાદને કારણે ભાવનગરના દરિયામાં 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દેખાઈ રહી છે. દરિયાકિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ તો વાવાઝોડા જેવી સ્થિતિ બની જાય છે.

તેને કારણે ચેતવણી આપી દેવામાં આવી છે. જેમાં ભાવનગર, વેળાવદર, અલંગ, દ્વારકા, પીપાવાવ, દહેજ અને જાફરાબાદમાં દક્ષિણ-પશ્ચિમ દિશાથી પશ્ચિમ દિશા તરફ જોરદાર ફૂંકાતા પવનને કારણે એલર્ટ આપી દેવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યા છે.

સારા વરસાદને કારણે ભાવનગરના શેત્રુંજી ડેમ, નવસારીનો અંબિકા ડેમ અને નર્મદાનું સરદાર સરોવર ડેમ આ બધા ડેમમાં ઉપરવાસનાં ગામોમાંથી પાણીની આવક થતા ડેમ ઓવરફલો થઇ ગયા છે. ગામડાઓમાં ભારે વરસાદને કારણે નદીઓ પણ બે બંને કાંઠે વહેવા લાગી છે. તેને કારણે ગામડાઓમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે.

ડેમોમાં પાણીની સપાટી વધતા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેને કારણે નીચેના ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યુ છે. આમ જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસવાને કારણે લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. અને સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

હજુ જૂન મહિનામાં બાકી રહેલા દિવસોમાં પણ ખૂબ જ સારો વરસાદ વરસવાની આગાહી રહી છે. અને જુલાઈમાં ચોમાસું સારું રહેશે. રાજ્યના બધા વિસ્તારમાં સાવર્ત્રિક વરસાદ વરસશે. તેના હવામાનશાસ્ત્રીઓએ એંધાણ બતાવ્યા છે. આમ, રાજ્યમાં એકંદરે ચોમાસુ ખૂબ જ સારું રહ્યું છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here