આભ ફાટ્યું ! આ વિસ્તારમા 2 કલાકમા 9 ઇંચ વરસાદ, ખેડૂતોની જમીન ઓળખાવી મુશ્કેલ થઈ ગઈ…

0
154

રવિવારે  ગુજરાતના રાજકોટ જીલ્લાના ઘણા વિસ્તારને મેઘરજાએ ભરડામાં લીધો હતો. ઠેર ઠેર ભારે વરસાદ ખાબક્યો હતો. રાજકોટના ઉપલેટા વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો. ઉપલેટાના ડુંમીયાણી ગામમાં તો મેઘરાજાએ તાંડવ મચાવી દીધો હતો. માત્ર 2 જ કલાકમાં 9 ઇંચ વરસાદ પડ્યો હતો.

9 ઇંચ વરસાદ પડતાની સાથે જ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ગામમાં ભારે નુકસાનીની ભીતિ સર્જાય છે. ખેડૂતોને તો સૌથી વધારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગામના ખેડૂતોની 1500 વિઘા જમીનમાંથી અંદાજે ૪૦૦ થી ૫૦૦ વીઘા જમીનમાં વરસાદી પુર ઘસી આવતા જમીનનું ધોવાણ થયુ છે.

ખેડૂતોને દુઃખના દાડા : ગામના એક ખેડૂત મિત્રએ જણાવ્યું હતું કે ગામની નદી જરૂર જેટલી ઉંડી ન હોવાથી વરસાદી પાણી ગામના ખેતરો અને ગામમાં ફરી વળે છે. જગતના તાતે વધુમાં જણાવ્યું હતું કે અમે પૂરી મહેનત કરીને પાક ઉછેર્યો હતો પરતું ભારે વરસાદના કારણે અમારે સમગ્ર વર્ષની કમાણી ગુમાવવાનો સમય આવી પડ્યો છે.

ખેડૂત મિત્ર એ વધુમાં જણાવ્યું હતું કે, ગામની સીમમાં મોટા ભાગે એરંડા , મગફળી , કપાસ અને તલ જેવા પાકોનું વાવેતર થાય છે.પણ આ વર્ષે અતિભારે વરસાદના કારણે લીલા દુકાળની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. ખેડૂતની બધી મહેનત પર પાણી ફરી વળ્યું છે.

સરકારી સહાય બાબતે પ્રહાર : ગામના ખેડૂત મિત્ર એ જણાવ્યું કે સરકાર દર વર્ષે સહાયની મોટી મોટી વાતો જ કરે છે. સહાયના પૈસા ગામના ખેડૂતો સુધી પહોચતા જ નથી. દર વર્ષે સરકારી અધિકારીઓ સર્વે કરવા માટે આવે છે. પરતું આગળની કોઈ પ્રકિયા હાથે ધરતા નથી અને અમે લોકો સહાયથી વંચિત રહી જઈએ છીએ.

ખેડૂતોએ સરકારને વિનતી કરી છે કે ખેડૂતો 20 ટકા ખર્ચ આપે અને સરકાર 80 ટકા ખર્ચ આપે અને બનેના મિલનથી ગામની નદીને ઉંડી કરવામાં આવે તો વરસાદી પાણીથી ખેડૂતોની જમીનનું ધોવાણ અટકાવી શકાય..

25 વીઘામાં 8 થી 9 લાખનું ધોવાણ : ખેડૂતએ જણાવ્યું કે મારી 20 વીઘા જમીનમાં કપાસ , એરંડા અને મગફળીનું વાવેતર હતું. વરસાદી પાણી ફરી વળતા અંદાજે 6 થી 7 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ગામના સરપંચે કહ્યું કે અમારા ગામના લોકોની જમીનમાં દર વર્ષે લગભગ ૧૪૦૦ થી 1500 વીઘામાં વાવેતર થાય છે પરતું આવા ભારે વરસાદને કારણે ૫૦૦ કરતા વધારે વીઘાના પાક નીશ્ફળ થાય છે.

ભાદરનદીના કાંઠાની જમીનોમાં હજુ પાણી જ પાણી : ભાદરનદીનું પાણી ખેતરોમાં ઘુસી જતા વાવેતર જમીન ધોવાઈને મોટા મોટા વેક્ળા અને ખાડાઓમાં પ્રવેશી ગઈ છે. સતતને સતત પાણી ભરાઈ રહેતા પાક બળી ગયો છે. ભાદર કાંઠાના ખેડૂતોને વધારે નુકસાની વેઠવી પડશે એવા અનુમાન આગી રહ્યા છે.

બળેલા પાકને સળગાવી દીધો : મગફળી , કપાસ અને એરંડાના પાકને વધારે નુકસાન થયું છે. વરસાદ બંધ થતા જ ખેડૂતો પોતપોતાના ખેતરમાં રાહતની કામગીરીએ લાગી પડ્યા હતા. બળેલા પાકને એકઠો કરીને સળગાવી દેવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here