હાલમાં ચોમાસાની સીઝન ખુબ જ સારી એવી ચાલી રહી છે. ચોમાસાની ચાલુ થતાની સાથે જ મેઘરાજાએ ઘણા બધા રાજ્યોમાં એન્ટ્રી કરી દીધી હતી. રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો હતો પરંતુ હાલમાં થોડાક સમયથી આ બધા વિસ્તારોમાં પણ ખૂબ જ સારું એવો ધબડાટી બોલાવતો વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી 3 દિવસની ભારે વરસાદની આગાહી મુજબ રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ ધોધમાર વરસી પડયો પડયો છે. રાજ્યના મહેસાણા જિલ્લામાં અને સાબરકાંઠામાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે. કચ્છમાં પણ સતત બે દિવસ ઉપરા-ઉપરી વરસાદ વરસી પડયો છે.
રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખૂબ જ સારા વરસાદને કારણે લોકોમાં આનંદ છવાઈ ગયો છે. ઉત્તર ગુજરાતમાં પણ 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો હતો. દોઢ ઇંચ જેટલો વરસાદ વરસવાને કારણે રસ્તા ઉપર પાણીની નદી વહેવા લાગી હતી. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદની સ્થિતિને કારણે બે દિવસથી ખુબ જ વાતાવરણમાં પલટાને કારણે વરસાદ વરસી ગયો હતો.
જોરદાર પવન પણ ફૂંકાયો હતો તેને કારણે વાવાઝોડા જેવી સ્થિતી સર્જાઈ ગઈ હતી. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ જેવા વિસ્તારોમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ વરસી પડયો હતો. ઉમરપાડામાં 55 મી.મી, ચોર્યાસી તાલુકામાં 65 મી.મી, માંગરોળમાં 43 મી.મી, મહુવામાં 18 મી.મી અને કામરેજમાં 11 મિ.મી, ઓલપાડમાં 10 મી.મી વરસાદ ખાબકી પડયો હતો.
પવન પણ ભારે ફુંકાતા હતા તેને કારણે શહેરોમાં અનેક ઝાડ તૂટી ગયા હતા. અને રસ્તાઓ પર આડા પડી જવાને કારણે ઘણા બધા વિસ્તરોમાં રસ્તે જતા મુસાફરોને ખૂબ જ અડચણ ઊભી થતી હતી. રાજ્યના ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદને કારણે રસ્તા પર નદી જેવો માહોલ બની ગયો હતો. ઢીચણસમા પાણી ભરાઇ ગયા હતા.
રસ્તા પર ભારે પવનને કારણે ઝાડ તૂટીને ધરાશાહી થઈ ગયા હતા. પોરબંદર જિલ્લામાં પણ અડધો ઇંચ વરસાદ પડવાને કારણે માધવપુર, રાણાવાવમાં સવા ઈચ વરસાદ પડવાને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. રાજ્યમાં ઘણા બધા વિસ્તરોમાં વાવાઝોડાને લઈને ગંભીર પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી.વીજળીના કડાકા પણ વધારે થવાને કારણે લોકોમાં ડર ફેલાઈ ગયો હતો.
રાજ્યમાં ચોમાસું સારું રહેવાને કારણે ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે. ઘણા બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદને કારણે ખેડૂતોના ખુશ પણ જોવા મળી રહ્યા છે પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદને કારણે બધા જ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ રહેશે. તેને કારણે આજે દરેક વિસ્તારોમાં વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!