હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થઇ ગયા છે. અને મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે તો અમુક વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે લોકોમાં નિરાશા જોવા મળી રહી છે.
હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ આગામી 5 દિવસમાં રાજ્યમાં દરેક વિસ્તારમાં સર્વત્ર વરસાદ વરસવાની આગાહી હતી. રાજ્યના ઘણા બધા વિસ્તારમાં ત્રણ દિવસમાં ભારે વરસાદ વરસવાની આગાહી રહી છે. અને 56 તાલુકામાં સારો વરસાદ નોંધાયો હતો. તેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 4 ઈચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
દક્ષિણ ગુજરાતના સુરતના કામરેજ વિસ્તારમાં 3.44 ઈંચ વરસાદ વરસ્યો હતો. અને વલસાડમાં 9 ઈચ જેટલો વરસાદ એક સાથે વરસી ગયો હતો. નવસારીમાં પણ અંબિકા નદી રેલમછેલ થવાને કારણે અંબિકા નદીનો ડેમ પણ ઓવરફલો થઇ ગયો હતો. આમ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી ચૂક્યો હતો.
સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા હતા. ઘણા બધા વિસ્તારોમાં સારા વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી વહેતા થવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને લોકોને વાદળછાયા વાતાવરણને કારણે બફારો અને ઉકળાટ થી રાહત મળી ગઈ હતી.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવી જવાને કારણે ધરમપુર શહેર ના આસુરા બીલપુડી બામટી બરૂમાળ ગામડામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના નામ ઘણા ખરા વિસ્તારમાં 70% વાવણી થઈ ગઈ છે. અને આંધ્ર નક્ષત્રમાં આગાહી કરોના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ઘણા બધા વિસ્તારોમાં લોકોમાં ખુશીની લાગણીઓ જોવા મળી છે.
નર્મદાના સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થઈ જવાને કારણે સરદાર સરોવર ડેમમાં એક 1,49,972 એમસીએફટી પાણીનો સંગ્રહ થયેલ છે. રાજ્યના 206 જળાશયોમાંથી 1,88,24141 એમસીએફટી પાણીનો સંગ્રહ થઈ ગયો છે. અને દક્ષિણ ગુજરાતની ઘણી બધી નદીઓમાં પાણી સારું એવું વહેતું થઈ ગયું છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!